આખરે મત ગણતરીની ઘડી આવી પહોંચી છે. ગણતરીની મિનિટોમા ગણતરી મત ગણતરી પ્રકિયા શરૂ કરાશે અને ઇવીએમમાંથી જાદુઇ આંકડા બહાર આવશે અને એ ઉપરથી નક્કી થશે કે ભારતે સરતાજ છેવટે કોના માથે મુકાશે.
લોકસભાની 543 બેઠકો માટે પાંચ તબક્કામાં યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરાશે. ભાજપ, કોંગ્રેસ, બસપા, સપા સહિતના રાષ્ટ્રીય તેમજ સ્થાનિક રાજકીય પક્ષોની મીટ આ તરફ મંડાઇ છે કે પોતાને જીત મળે. 1080 સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં 60 હજારથી પણ વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.