શરદ પવાર બનશે પી.એમ - રાકાપા

ભાષા

સોમવાર, 11 મે 2009 (18:34 IST)
મહારાષ્ટ્રના નાણામંત્રી દિલીપ વાલસે પાટિલે આજે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી પરિણામોની જાહેરાત થયા બાદ કોંગ્રેસ તથા ભાજપને બહુમત નથી મળતો તો રાકાંપા અધ્યક્ષ શરદ પવારની પ્રધાનમંત્રી બનવાની સંભાવનાઓ વધી જાય છે.

પવારના નજીકના સહયોગી વાલસે પાટિલે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, આગામી સરકારની રચનામાં જો ભાજપ અને કોંગ્રેસને જરૂરી બેઠકો નથી મળતી તો શરદ પવાર માટે પ્રધાનમંત્રી બનવાની સારી તક છે.

તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ તેમની પાર્ટી વિરૂધ્ધ સહયોગ નહી કરવાનો આરોપ ચાલુ રાખે છે અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાની ધમકી આપે છે તો રાકાંપા આગામી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવા તૈયાર છે.

વેબદુનિયા પર વાંચો