મરાંડીએ બતાવી હિંમત !

ભાષા

ગુરુવાર, 16 એપ્રિલ 2009 (13:18 IST)
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ ઉગ્રવાદ વિરૂધ્ધ લડાઇની જાહેરાત કરતાં કહ્યું હતું કે, તેમણે જિલ્લા વહીવટી તંત્રની સલાહને કોરાણે મુકી બારુદી સુંરગ પ્રતિરોધ વાહનમાં યાત્રા કરવાનો ઇન્કાર કરી દીધો છે.

મરાંડીએ પત્રકારોને જણાવ્યું કે, જિલ્લા પ્રશાસને મને બારૂદી સુરંગ પ્રતિરોધ વાહન સિવાય મુસાફરી ન કરવા કહ્યું છે. પરંતું મેં એનો ઇન્કાર કર્યો છે. કારણ કે મારી લડાઇ ઉગ્રવાદ વિરૂધ્ધ છે. હું અને મારી પાર્ટીના લોકો સાધારણ વાહનમાં જ મુસાફરી કરીશું.

કોડરમા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા મરાંડીએ શરૂમાં મતદાન કરવાવાળા મતદાતાઓ પૈકીના એક છે જેમણે કોડાઇબક ગામમાં મતદાન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષાબળના જવાનોએ હજારીબાગ જિલ્લા નજીકના વિષ્ણુગઢ વિસ્તારમાંથી એક શક્તિશાળી આઇઇડી બોમ્બ સર્કિટ જપ્ત કરી હતી.

ચતરા બેઠકથી ચૂંટણી લડી રહેલા રાજદના ઉમેદવાર નાગમણિના એક એજન્ટે વહીવટી તંત્રને જાણકારી આપી હતી કે, ચતરાના પ્રતાપપુરના ગૌરીઘાટ અને લાતેહાર જિલ્લાના બાલમૂઠના કરમા મતદાન કેન્દ્રમાં હજી સુધી એક પણ મત પડ્યો નથી.

વેબદુનિયા પર વાંચો