છેલ્લાં ચરણમાં 62 ચરા મતદાન

બુધવાર, 13 મે 2009 (21:43 IST)
લોકસભાની ચુંટણીનાં પાંચમા અને અંતિમ ચરણમાં સરેરાશ 62 ટકા મતદાન થયું હતું. જ્યારે પાંચેય તબક્કા મળીને સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. જે આગામી સરકાર અંગેની સંભાવનાઓને બદલી શકશે.

આજે સૌથી વધુ મતદાન પુડુચેરીમં 75 ટકા, પશ્ચિમ બંગાળમાં 70 ટકા થયું હતું. જ્યારે ઉત્તરાખંડમાં 50થી 55, પંજાબમાં 60-65 ટકા, તામિલનાડુમાં 60 ટકા મતદાન થયું હતું. 86 બેઠકો માટે આજે થયેલા મતદાનમાં સવારે ઝડપ ઓછી રહી હતી. પણ દિવસ ચઢતાં મતદાન પણ વધતું ગયું હતું.

આજના મતદાનની ખાસ વાત એ રહી હતી કે મોટાભાગે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતુ. હિંસાનાં નાના બનાવો તામિલનાડુમાં જોવા મળ્યા હતા. જેમાં 13 લોકો ઘાયલ થયા હતા. તો બંગાળમાં બાલીગુડીમાં તૃણમુલ કોંગ્રેસ અને સીપીએમનાં કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં સામીનુલ હક નામના યુવકનું બોમ્બ ફેંકવાથી મોત થયું હતું.

વેબદુનિયા પર વાંચો