ચૂંટણી પ્રચાર ગરમા ગરમ !

વેબ દુનિયા

શનિવાર, 2 મે 2009 (15:58 IST)
દેશમાં લોકસભાની 85 બેઠકો માટે આગામી 7મી મેના રોજ આઠ રાજ્યોમાં યોજાનાર મતદાનને લઇને ચૂંટણી પ્રચાર ગરમા ગરમ બન્યો છે.

ત્રણ તબક્કાની ચૂંટણી શાંતિપૂર્ણ સંપન્ન થયા બાદ રાજકીય પક્ષોએ ચોથા તબક્કા માટે કવાયત હાથ ધરી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચૂંટણી સમાપ્ત થતાં આ રાજ્યોના મોટા ગજાના નેતાઓ હવે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્વિમ બંગાળ, પંજાબ, દિલ્હી સહિતના રાજ્યોમાં ધામા નાખ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, આગામી 7મી મેના રોજ યોજાનાર ચોથા તબક્કાની ચૂંટણીમાં 85 બેઠકો માટે મતદાન કરાશે જે માટે 1315 જેટલા ઉમેદવારો મેદાને જંગમાં છે.

ચોથા તબક્કામાં ક્યાં મતદાન
રાજ્ય બેઠક ઉમેદવાર
બિહાર 3 57
હરિયાણા 10 210
જમ્મુ-કાશ્મીર 1 15
દિલ્હી 7 160
પંજાબ 4 79
રાજસ્થાન 25 346
ઉત્તર પ્રદેશ 18 314
પશ્વિમ બંગાળ 17 134
કુલ 85 1315

વેબદુનિયા પર વાંચો