ચૂંટણીમાં ખેલાડીઓના બૂરા હાલ

ભાષા

રવિવાર, 17 મે 2009 (14:42 IST)
રમતના મેદાનમાં પોતાના વિરોધીઓના છક્કા છોડાવતા કેટલાય પૂર્વ ખેલાડીઓના 15મી લોકસભાની ચૂંટણીમાં બૂરા હાલ થયા છે. ભાજપ ઉમેદવાર અને નિશાનેબાજ જશપાલ રાણા ઉત્તરાખંડની ટિહરી ગઢવાલ બેઠક ઉપરથી પોતાનું અચૂક નિશાન તાકવામાં નિષ્ફળ રહ્યો છે. જેને કોંગ્રેસના ઉમેદવાર વિજય બહુગુણાએ હરાવ્યો છે.

પંજાબની અમૃતસર બેઠકથી પૂર્વ ક્રિકેટર નવજોતસિંઘ સિધ્ધુ પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યો છે. ભાજપની ટીકીટથી તેમણે કોંગ્રેસના ઓમપ્રકાશ સોનીને પરાજિત કર્યા છે.

બિહારના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર અને પૂર્વ ક્રિકેટર કિર્તિ આઝાદે રાજદ ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી મોહમ્મદ અલી અશરફ ફાતમીને હરાવ્યા છે. પૂર્વ હોકી ખેલાડી અને ભારતીય ટીમના પૂર્વ કોચ અસલમ શેર ખા (કોંગ્રેસ) મધ્યપ્રદેશની સાગર બેઠક પરથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. ખાને ભાજપાના ભૂપેન્દ્રસિંહે 131168 મતોથી હરાવ્યા.

બસપાના ઉમેદવાર અને પૂર્વ ક્રિકેટર ચેતન શર્માને હરિયાણાની હરાદાબાદ બેઠકથી 68201 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે. શર્માને કોંગ્રેસના અવતાર સિંહ ભડાનાએ પરાજિત કર્યો હતો.

જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનને ઉત્તરપ્રદેશની મુરાદાબાદની બેઠકથી ભારે મતોથી જીત મેળવી છે.

વેબદુનિયા પર વાંચો