ઉડીસામાં ભાજપ વિપક્ષમાં

ભાષા

સોમવાર, 18 મે 2009 (12:22 IST)
ઉડીસા વિધાનસભામાં ચૂંટણી પરિણામો બાદ ભાજપને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે. પાર્ટીએ ઉડીસામાં પોતાના ખરાબ પ્રદર્શન માટે ચૂંટણીમાં અકેલા રહી ગયા હોવાનું તથા બીજદ સાથેના 11 વર્ષ જુના સંબંધોમાં આવેલી ખટાશને જવાબદાર માન્યા છે.

ઉડીસા ભાજપના અધ્યક્ષ સુરેશ પુજારીએ આજે પત્રકારોને કહ્યું હતું કે, ઉડીસામાં ચૂંટણીના પરિણામોએ સૌને અચંબામાં નાખી દીધા છે અને તમામ પરિણામો અપેક્ષાથી વિપરીત આવ્યા છે.

પુજારીએ કહ્યું કેસ ગત વખતે ભાજપે બીજદ સાથે ગઠબંધનમાં માત્ર 63 વિધાનસભા બેઠકો ઉપર ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉભા રાખ્યા હતા પરંતુ આ વખતે તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા હતા.

તેમણે કહ્યું કે, એકલા ચૂંટણી લડવા પાર્ટી તૈયાર ન હતી એના લીધે હારનો સામનો કરવો પડ્યો છે. ગત વખતે ભાજપના 32 ધારાસભ્યો હતા જોકે આ વખતે માત્ર છ બેઠકો ઉપર જ જીત મળી છે. લોકસભા ચૂંટણીમાં પણ ભાજપને એક પણ બેઠક મળી નથી.

વેબદુનિયા પર વાંચો