અમે સરકાર બનાવીશું-રાહુલ

ભાષા

મંગળવાર, 5 મે 2009 (14:54 IST)
કોંગ્રેસનાં મહાસચિવ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે વિપક્ષમાં બેસવા જઈ રહ્યા નથી. પણ અમે જ સરકાર બનાવીશુ. તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ ચૂંટણી બાદ જોડાણ કરવા માટે તૈયાર છે. તે ઉપરાંત તેમને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહનું ભરપૂર સમર્થન કર્યુ હતુ.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મનમોહન સિંહ દેશના અત્યાર સુધીના વડાપ્રધાનોમાં સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન છે. સહયોગી દળ અમારુ સમર્થન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે મનમોહન સિંઘ પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને ડાબેરીમાં વિચારધારામાં મતભેદ છે. પણ એવા ઘણા બધા મુદ્દા છે .જેના પર તે બંનેના વિચારો મળતા આવે છે અને જેના પર તે ઘણી હદે સમાનતા ધરાવે છે. રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વામદળ વડાપ્રધાન તરીકે મનમોહન સિંહનું સમર્થન કરશે.

રાહુલ ગાંધીએ અંતે કોંગ્રેસની જ સરકાર બનવામાં તથા સહયોગી દળો દ્વારા પુરતુ સમર્થન મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો