જાણીજોઇને મુદ્દો ના બનાવો.....

N.D

મનમોહનસિંહ અને અડવાણી એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, બંને એકબીજાને જવાબ પણ આપી રહ્યા છે. આ મુદ્દાવિહોણા ચૂંટણી જંગમાં ગરમાવો પેદા કરવાનો પ્રયાસ છે. અડવાણી અને મનમોહન વચ્ચે આરોપ પ્રત્યારોપથી ચૂંટણીની દિશા બદલાવાની છે કે ના મતદારો રીઝવાના છે.
N.D

એવામાં આમ મતદારોને સાફ જણાઇ રહ્યું છે કે, આ જાણીજોઇને મુદ્દા બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને બંને એકબીજાને પોતાની ક્ષતિઓ અંગે કહી રહ્યા છે. હવે મતદારો હોંશિયાર છે અને તેમની રોજબરોજની સમસ્યાઓને આ વિવાદથી કોઇ લેવા દેવા નથી.