આજે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામની જન્મજયંતિ છે. ડૉ. કલામને 'મિસાઈલ મેન ઑફ ઈન્ડિયા', 'પ્રેસિડેન્ટ ઑફ ધ પીપલ ઑફ ઈન્ડિયા' સહિત દેશ અને દુનિયામાં અનેક નામોથી ઓળખવામાં આવે છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે, તેમને 30 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ તરફથી માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમના જીવન અને કાર્યની સ્મૃતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ 15 ઓક્ટોબરના રોજ ડૉ. કલામની જન્મજયંતિને 'વિશ્વ વિદ્યાર્થી દિવસ' તરીકે જાહેર કર્યો.