World Diabetes Day : 4 વર્ષમાં બમણા થયા ગુજરાતમાં ડાયાબિટિસનાના દર્દી, જેનરિકથી ઘટશે આર્થિક બોજો

સોમવાર, 14 નવેમ્બર 2022 (11:00 IST)
તાજા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે, (એનએફએચએસ)- 5 અનુસાર ડાયાબીટિઝના કેસમાં ઉંચો વધારો દર્શાવતા રાજ્ય તરીકે ગુજરાતમાં  4 વર્ષે કેસની સંખ્યા બમણી થઈ રહી છે. જાણીતી  બાબત એ છે કે કેસમાં થતો વધારો ચોક્કસપણે વ્યાપક અને સમયસર નિદાન માંગી લે છે. આરોગ્યની ચિંતા કરતા લોકો માટે ડાયાબીટિઝના દર્દીઓની સારવાર ઉપલબ્ધ થાય એ મહત્વની બાબત છે. આથી આ વર્ષનો વર્લ્ડ ડાયાબીટિઝ ડે નો થીમ ‘એક્સેસ ટુ ડાયાબિટીક કેર’ રાખવામાં આવ્યો છે. પરિવારો ઉપર વધતા આર્થિક બોજને કારણે ડાયાબીટિઝની સારવાર પોસાય તેવી હોય તેએક મહત્વનું પરિબળ બની રહે છે. અત્યંત મહત્વની  બાબત એ છે કે ડાયાબિટીસની સંભાળ સામુહિક જાગૃતિ અને જેનરિક દવાઓ અપનાવવાથી થઈ શકે  છે.
 
ઈન્ટરનેશનલ ડાયાબીટિઝ ફેડરેશન (આઈડીએફ) ના જણાવ્યા મુજબ દુનિયાના ઘણા દેશમાં લોકોને ડાયાબીટિઝની સારવાર ઉપલબ્ધ થઈ શકતી નથી. આઈડીએફના જણાવ્યા મુજબ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દર 4 વ્યક્તિમાંથી સરેરાશ 3 થી વધુ વ્યક્તિ ડાયાબિટીસ સાથે જીવે છે. જેનરીક ઔષધોના સર્વવ્યાપી રિટેઈલર મેડકાર્ટના અંદાજો સૂચવે છે કે ઈન્સ્યુલીન વગર ડાયાબીટિઝના દર્દીની સારવારનો માસિક ખર્ચ ઓછામાં ઓછો રૂ.1,000 થાય છે. ઈન્સ્યુલીન ઉપર આધાર રાખતા એક દર્દીનો ખર્ચ વધીને માસિક રૂ.3,000 જેટલો ઉંચો રહે છે.
 
મેડકાર્ટના  સહસ્થાપક પરાશરન ચારીના જણાવે છે “મેડકાર્ટ દ્રઢપણે માને છે કે ઈન્ટરનેશનલ ડાયાબીટિઝ ફેડરેશનના મત મુજબકે ઔષધો અને ટેકનોલોજીસનો સપોર્ટથી અને કાળજીથીડાયાબીટિઝ ધરાવતા લોકોને સારવાર ઉપલબ્ધ થવી જોઈએ . ડાયાબીટિઝની સારવાર ઉપલબ્ધ થાય તે માટે સારવાર  પોસાય તેવી હોય તે એક મહત્વનું કદમ છે.જો બ્રાન્ડેડના બદલે જેનરિક વિકલ્પ પસંદ કરવામાં આવે તો ખર્ચ ઘટીને એક પંચમાંશ જેટલો થાય છે. મેડકાર્ટના જણાવ્યા મુજબ ઈન્સ્યુલિન ઉપર આધાર રાખતા ડાયાબીટિઝના દર્દીઓમાં બ્રાન્ડેડની તુલનામાં જેનરિક વિકલ્પ 190 ટકા સસ્તો પૂરવાર થઈ શકે છે.”
 
ડાયાબીટિઝની  સારવાર માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓમાં સીતાગ્લીપ્ટીન, ડેપાગ્લીફોઝીન, ગ્લીમેપ્રાઈડ અને મેટ્ફોર્મીંન એસઆર નો સમાવેશ થાય છે. આ દરેક દવાના  જેનરિક વિકલ્પ અપનાવવામાં  બ્રાન્ડેડ દવાનીતુલનામાં ખર્ચ એક પંચમાંશ જેટલો થાય છે. ચારી વધુમાં જણાવે છે કે “ખાનપાનની નબળી ટેવોના પરિણામે પુખ્ત વયના લોકો ઉપરાંત બાળકોમાં પણ ડાયાબીટિઝના કેસ  વધતા જાય છે અને બિનતંદુરસ્ત જીવનશૈલી ભારે ચિંતાનો વિષય છે. એકંદરે રોગના ઉંચા પ્રમાણને કારણે ડાયાબીટિઝની દવાઓનો ખર્ચ વધતો જાય છે અને સાથે સાથે રોગનું વ્યાપક પ્રમાણ પણ જોવા મળે છે. 
 
ડાયાબીટિઝનો વધતા ખર્ચને પરિણામે પરિવારો ઉપર ભારે આર્થિક બોજ પડે છે. મેડકાર્ટ દ્રઢપણે માને છે કે સારવારના ખર્ચમાં ભારે વધારાથી સરેરાશ ભારતીય પરિવારને વિપરીત અસર થાય છે તથા આરોગ્યની સંભાળ લેવાય તે ખૂબ જ મહત્વની બાબત બની રહે છે. મેડકાર્ટ છેલ્લા 8 વર્ષથી જેનરિક દવાઓના પ્રણેતા તરીકે દવાઓના ખર્ચમાં ઘટાડો કરીને લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.” વર્લ્ડ ડાયાબીટિઝ ડે પ્રસંગે મેડકાર્ટનો સંદેશ છે કે અન્ય કેટલીક બિમારીઓની જેમ જ ડાયાબીટિઝની સારવારમાં જેનરિક ઔષધોને વ્યાપક પ્રોત્સાહન મળવું જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર