અહીં નિકળી છે ચોર માટે વેકેંસી, વેતનની સાથે મળશે ઘણુ બધું

સોમવાર, 17 ડિસેમ્બર 2018 (11:37 IST)
જો તમારાથી કોઈ કહેશે કે ચોરો માટે વેકેંસી નિકળી છે તો તમે તેને મજાક સમજશો. પણ આ કોઈ મજાક નથી પણ હકીકત છે. ઈંગ્લેંડની વાર્ક ડૉટ કૉમ વેબસાઈટ પર એક ચોર માટે નોકરીનો એડ પોસ્ટ કર્યુ છે. આ એક કપડાની દુકાન માલકિનએ આપ્યું છે. તેમની દુકાનમાં ચોરને કામ કરવાના બદલામાં મહિલા 64 ડૉલર એટલે કે 4500 રૂપિયા આપવા તૈયાર છે. 
 
આ કારણે નિકળી ચોરની વેકેંસી 
રજાઓના સીજનમાં દુકાનમાં ચોરીની ઘટનાઓ વધી જાય છે.દુકાનમાં ચોરીની વધતી આ ઘટનાઓને જોતા મહિલાએ ચોરની વેકેંસી કાઢી છે. ચોરને તે જ દુકાનમાં ચોરી કરવી હશે. દુકાનની માલકિન ચોરી પછી ચોરથી પૂછતાછ કરશે કે તેને ચોરી કેવી રીતે કરી. આ રીત દુકાનના સુરક્ષાની કમીને દૂર કરાશે. રોચક વાત આ છે કે ચોરને ચોરી કરેલ સામાનમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ રાખવા આપશે. 
 
સીસીટીવી પછી પણ થતી હતી ચોરી 
સીસીટીવી સાથે બધા સુરક્ષા વ્યવસ્થા હોવા છતાંય દુકાનમાં ચોરી થઈ જતી હતી. ચોરી આટલી સફાઈથી હતી કે કોઈ પકડમાં નહી આવતું હતું. તેથી દુકાનની માલકિનએ ચોરની મદદથી અસલી ચોરને પકડવું છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર