Internet Blackout: 16 જાન્યુઆરી 2025 ના રોજ ઠપ થઈ જશે આખી દુનિયાનુ ઈંટરનેટ, જાણો સોશિયલ મીડિયા પર કેમ વાયરલ થઈ રહ્યુ છે Digital Shutdown

બુધવાર, 15 જાન્યુઆરી 2025 (12:26 IST)
internet black out
Digital Shutdown: વર્તમાન દિવસોમાં સોશિયલ મીડિયા  (Social Media) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમા દાવો કારવામાં આવ્યો છે કે જાણીતા એનિમેટેડ શો ધ સિમ્પસન્સ એ 16 જાન્યુઆરી 2025 ના રોજ વૈશ્વિક ઈંટરનેટ બંદીની ભવિષ્યવાણી કરી હતી. વીડિયોમાં બતાવ્યુ છે કે એક વિશાળ શાર્ક સમુદ્રની નીચે બિછાવેલ ઈંટરનેટ કેબલ્સને કાપી નાખે છે.  જેને કારણે આખી દુનિયામાં ઈંટરનેટ સેવાઓ બંધ થઈ જાય છે. 
 
ડોનાલ્ડ ટ્રંપના શપથ ગ્રહણ સાથે જોડવાનો દાવો 
આ વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે આ ઘટના 16 જાન્યુઆરી 2025 ના રોજ થશે જેનો સંબંધ ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સાથે છે. પણ હકીકત એ છે કે ટ્રંપનુ શપથ ગ્રહણ 20 જાન્યુઆરી 2025ના રોજ નક્કી થયુ છે. જેમા આ દાવાની સત્યતા પર સવાલ પણ ઉઠી રહ્યા છે. 
 
શુ છે હકીકત ?
વિશેષજ્ઞો અને ફેક્ટ ચેકિંગ સંસ્થાનોનુ કહેવુ છે કે આ વીડિયો સંપૂર્ણ સંપાદિત છે. ધ સિમ્પસન્સે ક્યારે પણ આવી ભવિષ્યવાણી કરી નથી. ઉલ્લેખનીય છે કે ધ સિમ્પસન્સ પોતાના વ્યંગ્ય અને કાલ્પનિક ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે. પણ વાયરલ વીડિયોમાં બતાવેલ દ્રશ્ય શો ની કોઈપણ સત્તાવાર કડી સાથે મેળ ખાતુ નથી. 
 
કેમ થયો આ વીડિયો વાયરલ ?
ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર ફેક અને સનસનીખેજ સામગ્રી ઝડપથી ફેલાય છે. આ વીડિયોને પણ ધ સિમ્પસન્સ ની વિશ્વસનીયતા અને ડોનાલ્ડ ટ્રંપના રાજનીતિક પ્રભાવ સાથે જોડીને જોવામાં આવે છે. જેનાથી આ વધુ વાયરલ થઈ રહ્યો છે.  આ સાથે જ ઈંટરનેટ બંધી જેવી કાલ્પનિક સ્થિતિએ પણ લોકોની જીજ્ઞાસાને વધારી દીધી છે. 
 
ધ સિમ્પસન્સનો ભવિષ્યવાણીઓ સાથે છે સંબંધ 
ઉલ્લેખનીય છે કે ધ સિમ્પસન્સ શો અનેક વાર એવી ઘટનાઓ બતાવી ચુક્યુ છે જે પછી હકીકત બની ગઈ. જેવી કે સ્માર્ટ વૉચ કે 2016 માં ટ્રંપનુ  રાષ્ટ્રપતિ બનવુ. પરંતુ આ મામલે શો ની ભવિષ્યવાણીનો દાવો એકદમ ખોટો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર