પતિ બોલ્યો- પત્નીને ભત્તો નહી, દર મહીના દાળ-ચોખા અને ઘી આપીશ, જજએ સંભળાવ્યું રોચક ફેસલો

શુક્રવાર, 19 જુલાઈ 2019 (16:54 IST)
પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પતિ-પત્નીના વિવાદનો એવું કેસ સામે આવ્યુ જેમાં પતિએ પત્નીને ગુજરાન ભત્તો આપવાના બદલે અજીબ શરત રાખી. તેમજ જજએ પણ અનોખું ફેસલો સંભળાવીને કેસને રોચક બનાવી દીધું. 
 
હકીકતમાં પતિએ બેરોજગાર થવાના દલીલ આપતા ગુજરાન ભત્તો આપવામાં અસમર્થતા આપતા પત્નીને દર મહીને દાળ, ચોખા અને ઘી આપવાની જાહેરાત કરી. કેસ ત્યારે રોચક થઈ ગયું જ્યારે જજએ આ શર્તને સ્વીકાર કરતા ત્રણ દિવસની અંદર પૂરો કરિયાણા પત્નીને આપવાના આદેશ રજૂ કરી નાખ્યું. 
 
કેસ ભિબાની જિલ્લાનો છે. જ્યાં લગ્નજીવનના વિવાદના કારણે કોર્ટએ પતિને દર મહીને પત્નીને નક્કી રાશિનો ભુગતાન કરવાનો આદેશ આપ્યા હતા. આ આદેશની સામે પતિએ હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી નાખી. યાચિકા પર સુનવણીના સમયે પતિએ કહ્યું કે તે કોર્ટની નક્કી રકમ આપવામાં સમર્થ નથી. તે જે કંપનીમાં કામ કરતો હતો. તે કંપની હવે બંદ થઈ ગઈ છે. તેથી તે પૈસા ભુગતાન નહી કરી શકે. 
 
યાચિકાકર્તા અમિત મેહરાએ કહ્યું કે પૈસા આપવાની જગ્યા તે પત્નીને તેના ગુજરાન માટે ઘરનો રાશન આપી શકે છે. તે પત્નીને દર મહીને 20 કિલો ચોખા, 5 કિલો ખાંડ, 5 કિલો દાળ, 15 કિલો અનાજ, 5 કિલો દેશી ઘીના સિવાય દરરોજ બે કિલો દૂધ આપી શકે છે. હાઈકોર્ટમાં કદાચ આ આવુ પ્રથમ કેસ હશે જ્યાં પૈસાના સ્થાન પર રાશનને ગુજરાન ભત્તાના રૂપમાં આપવાની પેશકશ કરાઈ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર