મહાકુંભમાં શ્રદ્ધાળુઓનુ ઘોડાપુર ઉમટી પડ્યુ છે. દેશ અને દુનિયાના ખૂણે ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ આવવાની પ્રક્રિયા ચાલુ છે. મહાકુંભમાં રોજ કરોડથી વધુ લોકો આવી રહ્યા છે. હવે આટલી ભીડમાં એકબીજાથી અલગ પડી જવાનો કે ખોવાય જવાનો ભય તો રહે જ છે. એમા પણ તમારા ગ્રુપમાં સ્ત્રીઓ વધુ હોય તો ઘરના મુખિયાને ચિંતા થાય કે ભાઈ ક્યાક ખોવાય ન જાય... નહી તો શોધવી મુશ્કેલ થઈ જશે.
આવો જ એક પરિવાર કુંભ મેળામાં આવ્યો. જેમા એક પુરૂષ સાથે બીજી અનેક સ્ત્રીઓ હતી. તેમણે બધા વિખૂટા ન પડી જાય એ માટે એક અનોખી નિંજા ટેકનીક અપનાવી. તેમને એક દોરડી લીધી અને એ ગ્રુપના ચારે બાજુ વીંટાળી દીધી અને પોતે તેને પકડીને આગળ ચાલવા લાગ્યા. જેથી બધા દોરડીની અંદર જ રહે... આમતેમ થાય નહી અને વિખૂટા પડે નહી. તમે જ જોઈ લો આ નિંજા ટેકનીક