આ ગામમાં કોઈ નથી પહેરતુ કપડા, પર્યટકો પર પણ લાગૂ પડે છે નિયમ, જાણો આ વિચિત્ર રિવાજ પાછળનુ કારણ

ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2023 (13:36 IST)
Do You Know? Everyone Roams Naked in This Village: દુનિયામાં વિચિત્ર વસ્તુઓની કોઈ કમી નથી. આ જ રીતે એવા કેટલાક સ્થાન છે જે આપણને નવાઈ પમાડે છે.  ઉદાહરણ તરીકે, જો કોઈ જગ્યાએ લોકો અમુક વસ્તુઓ ખાતા નથી અથવા તો એવુ પહેરે છે જે બીજે ક્યાય પહેરાતુ નથી. તમે એવા આદિવાસીઓ વિશે તો સાંભળ્યું જ હશે, જ્યાંના લોકો આજ સુધી સિલાઈ કરેલા કપડા પહેરતા નથી. પરંતુ આજે અમે તમને એક એવા ગામ વિશે બતાવીશુ જ્યાના લોકો કપડા પહેરતા જ નથી. 
 
ભારતમાં એક એવું ગામ છે જ્યાંની મહિલાઓ 5 દિવસ સુધી કપડાં પહેરતી નથી, પરંતુ અમે જે સ્થળની વાત કરી રહ્યા છીએ તે બ્રિટનમાં છે. એવું નથી કે આ લોકો કોઈ જાતિના છે સંબંધિત છે અને કપડાં ખરીદવા માટે પૈસા નથી. ધન-સંપત્તિ હોવા છતાં સ્ત્રીઓ, પુરૂષો અને બાળકો પણ અહીં કપડાં વગર રહે છે. તે હર્ટફોર્ડશાયરમાં રહે છે અને તેનું નામ છે સ્પીલપ્લાટ્ઝ.  .
 
આ ગામમાં કોઈ કપડાં પહેરતું નથી.
Spielplatz નામનું આ કામ ઘણી વખત હેડલાઈન્સ બનાવી ચૂક્યું છે કારણ કે અહીંના લોકો કપડા વગર રહે છે. આ ગામમાં 85 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. અહીં રહેતા લોકો દુનિયાથી કપાયેલા નથી. તેઓ સંપૂર્ણ શિક્ષિત અને સમૃદ્ધ પણ છે. સામાન્ય લોકોની જેમ તેને ક્લબિંગ, પબ અને સ્વિમિંગ પુલનો પણ શોખ છે. આમ છતાં આ લોકો ન તો કપડાં ખરીદે છે અને ન પહેરે છે. બાળકો-વૃદ્ધો, સ્ત્રીઓ-પુરુષો, દરેક અહીં કપડાં વિના રહે છે અને તેમને તેમાં કંઈપણ અસ્વસ્થતા નથી લાગતી. આ ગામ વર્ષ 1929 માં ઈસુલ્ટ રિચર્ડસને શોધ્યુ હતુ. 
 
પર્યટકો પર પણ લાગૂ છે નિયમ 
 
અહી જે લોકો ફરવા માટે આવે છે તેમને માટે પણ વ્યવસ્થા એ જ છે. જો તેમને અહી રહેવુ છે તો કપડા વગર જ રહેવુ પડશે. જો કે શિયાળામા આ લોકો કપડા પહેરી શકે છે કે પછી જો તેમની ઈચ્છા છે તો પણ કપડા પહેરવા પર તેમને કોઈ ટોકતુ નથી. આ ઉપરાંત ગામની બહાર જતા તેઓ કપડા પહેરી લે છે પણ પરત આવતા જ તેઓ ફરીથી કપડા વગર જ રહેવા માંડે છે. લોકો સ્વતંત્રતા અનુભવવા માટે આવું કરે છે. લોકો એકબીજા સાથે એટલા પરિચિત અને ભળી ગયા છે કે તેમને તેમાં કંઈપણ અસહજ લાગતુ નથી. અગાઉ કેટલીક સામાજિક સંસ્થાઓ તેનો વિરોધ કર્યો હતો,  પરંતુ હવે કોઈ કંઈ બોલતું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર