Coronavirus Update: છેલ્લા 14 દિવસથી રોજ આવી રહ્યા છે 10 હજારથી વધુ કેસ, દેશમાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ

મંગળવાર, 5 જુલાઈ 2022 (12:18 IST)
Coronavirus Update: છેલ્લા અનેક દિવસોથી દેશમાં કોરોંબાના મામલા 10 હજારથી ઉપર જઈ રહ્યા છે. ઝડપથી વધતા આ મામલા ડરાવી રહ્યા છે. દરરોજ આવી રહેલા હજારો મામલા લોકોની અંદર ડર બનાવી રહ્યા છે. દેશમાં સોમવારે પણ 10 હજારથી વધુ કેસ નોંધવામાં આવ્યા.  દેશમાં સોમવારે પણ 10 હજારથી ઉપર મામલા નોંધવામાં આવ્યા. સોમવારે 12,807 નવા કેસ નોંધવામાં આવ્યા. 
 
આ સાથે, એક્ટિવ કેસોની સંખ્યા વધીને 112,761 થઈ ગઈ છે. છેલ્લા 6 દિવસથી એક્ટિવ કેસની સંખ્યા એક લાખથી વધુ છે. તે ઘટી રહી નથી. જોકે, રવિવારની સરખામણીમાં સોમવારે કોરોનાના નવા કેસોમાં 23%નો ઘટાડો જોવા મળ્યો હતો.
 
સોમવારે 12,406 દર્દીઓએ કોરોના સામેની લડાઈ જીતી લીધી. જ્યારે 19 લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા હવે 5 લાખ 25 હજાર 242 થઈ ગઈ છે.
 
સૌથી વધુ કેસ કેરળમાંથી આવી રહ્યા છે છેલ્લા 1 મહિનાથી, કેરળમાં દરરોજ 3 હજારથી વધુ કેસ આવી રહ્યા છે, દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોના મોત થયા છે.
 
સૌથી વધુ કેસ સાથે ટોચના 5 રાજ્યો
 
દેશના છ રાજ્યોમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનો સમાવેશ થાય છે. કેરળ અને મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જોકે, સોમવારે મહારાષ્ટ્રમાં નવા કેસોમાં 36%નો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ કેરળ અને તમિલનાડુમાં રોજના બે હજારથી ઉપર કેસ આવી રહ્યા છે.
 
સૌથી વધુ કેસ કેરલના છે
 
નવા સંક્રમિત થવાના મામલામાં કેરલ ટોચ પર છે. રાજ્યમાં દરરોજ 3 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અગાઉ 28 મેના રોજ 2,999 નવા સંક્રમિત મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અહીં 3,322 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, 3,258 દર્દીઓ સાજા થયા છે અને 2 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જો કે, રાજ્યમાં ગત દિવસની સરખામણીએ નવા કેસોમાં 2%નો ઘટાડો નોંધાયો છે.
 
તમિલનાડુમાં કેસ વધી રહ્યા છે
 
તમિલનાડુમાં સોમવારે 2,654 નવા કેસ નોંધાયા, 1,542 દર્દીઓ સાજા થયા. સારી વાત એ છે કે અહીં કોઈ દર્દીનું મોત થયું નથી. આગલા દિવસ મુજબ, નવા કેસોમાં પણ 8% નો ઘટાડો થયો છે. નવા કેસમાં ઘટાડા પછી પણ અહીં સકારાત્મકતા દર 8% થી ઉપર છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર