જામનગરમાં હવાઈદળ, નૌકાદળ તથા સેનાના મથક. જામનગર (નંબર 12) બેઠક ઉપરથી ભાજપે પૂનમબહેન માડમને રિપીટ કર્યાં છે, જ્યારે કૉંગ્રેસે મૂળુભાઈ કંડોરિયાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની સાથે જામનગર ગ્રામીણની બેઠક ઉપર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા વલ્લભ ધારવિયાએ રાજીનામું આપતા પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઊભી થઈ હતી.
ભાજપે આ બેઠક ઉપરથી અગાઉ કૉંગ્રેસના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, તેમની સામે જયંતીભાઈ સભાયા છે. જામનગરની બેઠકને 'બૅલવેધર' સીટ માનવામાં આવે છે. ગત પાંચ વખતના ટ્રૅન્ડ જોઈએ તો આ બેઠક ઉપર જે પાર્ટી વિજેતા થાય તે કેન્દ્રમાં સરકાર બનાવે. રિલાયન્સ અને ઍસ્સાર જેવી પેટ્રોલિયમ રિફાઇનરી આવેલી હોવાથી આ જિલ્લાને દેશના 'પેટ્રો-કૅપિટલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુઓનાં ચાર પવિત્ર ધામમાંથી એક દ્વારકા આ બેઠક હેઠળ આવે છે.
કાલાવડ (SC), જામનગર ગ્રામીણ, જામનગર પૂર્વ, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા,