અમિત શાહ 7.44 અને પાટીલ 7.44 લાખની લીડથી જીત્યા, જાણો ગુજરાતમાં વધુ લીડ કોને મળી?

બુધવાર, 5 જૂન 2024 (09:15 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે કાર્યકરોને તમામ 26 બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. દરેક પેજ પ્રમુખને વધુ મતદાન થાય તે માટે તૈયાર કરવામાં આવ્યા હતાં. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ 6 લાખથી વધુની લીડથી 2019ની ચૂંટણીમાં જીત્યા હતાં. તેઓ આ વખતે 7.44 લાખની લીડથી જીત્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ 5.57 લાખ મતોથી જીત્યા હતાં. જેઓ આ વખતે 7.68 લાખની લીડથી જીત્યાં છે. વડાપ્રધાન મોદી વારાણસીથી 2019માં 4.79 લાખ મતોથી જીત્યા હતાં જેઓ આ વખતે તેમને 612970 મત મળ્યાં છે અને 1.52 લાખ મતોથી તેમણે જીત મેળવી છે. 
 
ગુજરાતમાં ભાજપના કેટલા ઉમેદવારોને પાંચ લાખની લીડ મળી?
ગુજરાતમાં ભાજપે રાખેલા 5 લાખની લીડના ટાર્ગેટને પહોંચી વળવામાં આ વખતે આંખે પાણી આવ્યું છે. રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલા ભલે ભારે માર્જિનથી જીત્યા હોય પણ તેમના નિવેદનને કારણે ક્ષત્રિયો નારાજ થયા હતાં અને તેમણે ભાજપ તરફી મતદાન કરવાનું ટાળ્યું હતું. તે ઉપરાંત ક્યાંક કાર્યકરોમાં પણ નારાજગીનો સુર ઉઠ્યો હોવાથી ભાજપની લીડ ઓછી થઈ હોવાનું રાજકિય નિષ્ણાંતો માની રહ્યાં છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપના કેટલા ઉમેદવારોને પાંચ લાખની લીડ મળી છે તે જોઈએ. 
 
ભાજપના આ ઉમેદવારો પાંચ લાખની લીડથી જીત્યા
આ વખતે ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સૌથી વધુ 7.68 લાખની લીડથી જીત્યાં છે. બીજી તરફ નવસારીથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ 7.44 લાખની લીડથી જીત્યાં છે. જ્યારે પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ પાંચ લાખની લીડથી જીતી ગયાં છે. તે સિવાય વડોદરા બેઠક પર ભાજપમાં આંતરિક જૂથવાદ ઉભો થયો હતો અને રંજનબેને ચૂંટણી લડવાનો ઈનકાર કરતાં ડો, હેમાંગ જોશીને ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતાં. હેમાંગ જોશીને 8.73 લાખ મત મળ્યાં છે અને તેઓ 5.82 લાખની લીડથી જીત્યાં છે. આ સિવાય ભાવનગરથી નિમુબેન બાંભણિયા ચાર લાખ, રાજકોટથી પરશોત્તમ રૂપાલા 4.80 લાખ અને અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ 4.61 લાખ મતની લીડથી જીત્યાં છે. 
 
ભાજપના આ ઉમેદવારો એક લાખની લીડ પણ ના મેળવી શક્યા
રાજ્યમાં ભાજપમાંથી ચાર લાખથી ઓછી લીડથી જીતનારા ઉમેદવારોની વાત કરીએ તો, અમરેલીથી ભરત સુતારિયા 3.21 લાખ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ 3.57 લાખ, દાહોદથી જસવંત ભાભોર 3.33 લાખ, છોટા ઉદેપુરથી જશવંતસિંહ રાઠવા 3.97 લાખ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 3.80 લાખ મતોથી ચૂંટણી જીત્યાં છે. આ સિવાય પાટણથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી 29 હજાર, આણંદથી મિતેષ પટેલ 89 હજાર અને ભરૂચથી મનસુખ વસાવા 85 હજાર મતથી ચૂંટણી જીત્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર