બીજેપીને ઓછી સીટો મળવા પાછળ શુ અન્ય જાતિ કરતા મુસલમાનોનુ વધુ વોટિંગ જવાબદાર ?

બુધવાર, 5 જૂન 2024 (01:41 IST)
આજે લોકસભા ચૂંટણીનું જે પરિણામ આવ્યું તે જોયા પછી તમને દુખ તો જરૂર થયુ હશે. કેટલાકને શેર બજારમાં ખોટ ગઈ એટલે દુખ થયુ હશે તો કેટલાક  મોદીજીને પસદ કરતા હશે એટલે દુખ થયુ હશે.  કેટલાકને એવું પણ લાગ્યું હશે કે અરે યાર આવું કેવું થયુ આપણે તો વિચાર્યું કે મોદીજી આરામથી જીતી જશે. શું મોદીજીની લોકપ્રિયતા ઘટી ગઈ ? શું વિપક્ષી પાર્ટીઓ સાચું કહે છે કે મોદીજી સારું કામ નથી કરી રહ્યા. તેમને કારણે બેરોજગારી વધી ગઈ છે તેમને કારણે મોઘવારી વધી ગઈ છે. ?  
 
તમેં ક્યારેય વિચાર્યું છે કે કોંગ્રેસ કે કોઇપણ પાર્ટીનાં પીએમ બન્યા છતા કોઈએ પણ ક્યારેય અયોધ્યામાં રામ મંદિર વિષે કેમ નાં વિચાર્યું ? કારણ કે તેમને આખી જીદગી મુસલમાનોને પોતાના ખિસ્સામાં રાખવા હતા. જો કોંગ્રેસ કે કોઈપણ પાર્ટીએ મદિર બનાવવાનું કામ કર્યું હોત તો આજે તેમને જે મત મલ્યા છે તે ન મળ્યા હોત. તમે તો મદિર બન્યુ તો ખૂબ ખુશ થયા અને મંદિર પણ જઈ આવ્યા હશો. પણ તમારે મદિર માટે હજારો મુસલમાનોની દુશ્મની વ્હોરી લેનારા એક વ્યક્તીને તમારો એક મત જોઈતો હતો તમેં એ પણ ન આપી શક્યા.  ઈલેક્શનનાં દિવસે તમને ઓફીસમાં રજા પણ મળી હશે પણ આપણે તો બસ બહુ તાપ લાગ્યો હશે એટલે મસ્ત એસીમાં આરામ કર્યો  હશે અને વિચાર્યું હશે કે મારા એક મતથી શું ફરક પડવાનો છે અને આમ પણ આવશે તો મોદી જ ! તમારા એક વોટથી ફરક પડ્યો કે નહિ એ ખબર નહિ પણ મુસલમાનોએ રામમંદિર બનવાના ગુસ્સામાં બધા રાજ્યોમાં ભરપૂર મતદાન  કર્યું. આ હું નથી કહેતી આ કોણે કેટલું વોટીંગ કર્યું તેની એક રીપોર્ટ બતાવે છે. લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમોએ માત્ર વોટ દ્વારા જ પોતાની તાકાત બતાવી હતી, ચહેરા દ્વારા નહીં. તેમની ચોક્કસ વ્યૂહરચના સાથે, તેઓ ગઠબંધન માટે ઘણી બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા.  મુસ્લિમોએ પણ હંમેશા તેમની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓની પ્રશંસા કરી હતી. તેમના લોકહિતમાં કરેલા કાર્યોની પણ ગણાવ્યા. તેમને અંત સુધી આ વાતનો અહેસાસ નહોતો થવા દીધો કે તેઓ ગઠબંધનના સમર્થનમાં એક થઈ રહ્યા છે.
 
તમે વિચાર્યું છે કે જે યોગીજીને મોદીજીના વારસદાર માનવામાં આવે છે એ યોગીજીના યુપીમાં બીજેપીને સીટો ઓછી કેમ મળી ? ત્યાં તો મંદિર બન્યુ તો ત્યાં તો વધારે સીટો મળવી જોઈએ ને ? સીટો તો જવા દો અયોધ્યા જેવા અયોધ્યામાં બીજેપી હારી ગઈ ? આ માટે પણ આપણે જવાબદાર છીએ. મુસલમાનોએ  સપાને જીતાડી કારણ કે આ એ જ સપા છે જેનાં મુખીયાએ કારસેવકો પર ગોળીબાર કરાવ્યો હતો. અહી મુસલમાનો એ એક થઈને સપા અને કોંગ્રેસને પોતાનું સો ટકા મતદાન આપ્યું. કોંગ્રેસે મદિરનું નિમંત્રણ ન સ્વીકારીને મુસલમાનોનું દિલ જીતી લીધું અને સમાજવાદી પાર્ટી તો પહેલાથી જ તેમની ફેવરેટ હતી. તમેં વિચાર કરો કે રામ મદિર બન્યા પછી યુપીની ઓછી સીટો એ કોઈએ એક જાતિનો ગુસ્સો અને વિરોધ દર્શાવે છે. એ પણ ના થયુ હોત જો લોકોએ આગળ પડતું મતદાન કર્યું હોત તો.  મોદીને ઓછી સીટો એ મોદીની ઘટતી લોકપ્રિયતા નથી પણ હિંદુ સમાજમાં એકતા નથી તેનું પ્રતિક છે કે પછી કોઈના ઉપકારનો બદલો વાળતા આપણને આવડતું નથી. તમે લોકો મોદીજીને પસદ નથી કરતા એવું નથી પણ હજુ પણ આપણા દેશમાં એવા લોકો છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરતા.  આ થપ્પડ પડતા પહેલાનો આવેગ છે. સમજી જાવ. 
 
તમે આજે જોયું હશે કે ઈન્ડીયા ગઠબંધન આજે થોડી સફળતા મળતા જ કેવા હવામાં ઉડી રહ્યા હતા. તેમને જનતાનો આભાર માનવાને બદલે મોદીનું રાજીનામું માંગ્યું. જનતાની સેવા કરવાનું વચન આપવાને બદલે મોદીની નિદા જ કરી. કારણ કે તેઓ જાને છે કે આ માણસ આટલે થી તૂટવાનો નથી. તે હજુ વધુ મહેનત કરશે અને દેશની સેવા કરતો રહેશે. મોદીએ દેશમાં એવા એવા નવા નિયમો અને કાયદા બનાવ્યા છે કે હવે દરેક કોઈને તૈયાર થાળી પર આવીને બેસવું છે. ભારતને દુનિયામાં એટલું ફેમસ કર્યું છે કે બીજા દેશ ભારત પર વિશ્વાસ કરવા માંડ્યા છે. અહી રોકાણ કરવામાં રસ બતાવી રહયા છે. તેથી બસ મારું તો એટલું કહેવું છે કે લોકોની વાતોમાં કે વિદેશી સોશીયલ મિડીયાનાં હેશટેગમાં ગુચવાશો નહિ અને બહું દિવસ પછી કોઈ સાચો દેશસેવક મળ્યો છે તેનો સાથ આપો.... જયહિન્દ  




નોધ - આ લેખકનાં પોતાના વિચાર છે.. જેની સાથે વેબદુનિયાને કોઈ લેવા દેવા નથી 

Edited by - kalyani deshmukh 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર