એક દિવસમાં કોંગ્રેસની ત્રીજી વિકેટ પડી:નવસારી કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલનું રાજીનામું

સોમવાર, 4 માર્ચ 2024 (22:09 IST)
dharmesh patel


લોકસભા ચૂંટણી નજીક આવતાં ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર કોંગ્રેસના નેતાઓનો રાજીનામાનો દૌર શરૂ થયો છે. આજે એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ નેતા રાજીનામાં આપી ચૂક્યા છે. પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને બાદમાં નવસારી કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલે રાજીનામાં ધરી દીધા છે.

ધર્મેશ પટેલ 2019 લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પર પાટીલ સામે ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા.નવસારી જિલ્લાના પીઠ કોંગ્રેસી સ્વ. ભીમભાઈ પટેલના પુત્ર ધર્મેશ પટેલે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુક શૈલેષ પટેલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ધર્મેશ પટેલ દ્વારા પત્ર લખી રાજીનામાની જાણ કરવામાં આવી હતી. અંગત કારણોસર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદે અને તમામ હોદાઓ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી.નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી ધર્મેશ પટેલ પાર્ટીમાં નિષ્ક્રીય હતા. એમના જવાથી પાર્ટીમાં કોઈ લાંબો ફેર નહીં પડે. પરંતુ, કોળી સમાજના અમારા મતો ભાજપ તરફી ફેરવાશે એવી સંભાવના છે. અમારી સૈદ્ધાંતિક લડાઈ યથાવત રહેશે.

ધર્મેશ પટેલ નવસારી કોંગ્રેસના પીઢ આગેવાન સ્વ. ભીમભાઈ પટેલના પુત્ર છે. ધર્મેશ પટેલ 2011થી 2013ના સમયગાળા દરમિયાન વિજલપોર પાલિકામાં પ્રમુખ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીથી માડી યુથ કોંગ્રેસ વગેરેમાં જવાબદારી સંભાળી ચૂક્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર