કન્હૈયા કુમારને પ્રચાર દરમિયાન વ્યક્તિએ મારી થપ્પડ, માળા પહેરવાને બહાને આવ્યો હતો, કનૈયાના સમર્થકોએ કરી ધુલાઈ

શનિવાર, 18 મે 2024 (11:55 IST)
Kanhaiya Kumar Attacked
દિલ્હીની નોર્થ સીટ પરથી કોંગ્રેસ અને ઈંડિયા બ્લોકના ઉમેદવાર કનૈયા કુમાર સાથે ચૂંટણી પ્રચાર દરમિયાન મારપીટનો મામલો સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક વ્યક્તિ કનૈયા કુમારને માળા પહેરાવવાને બહાને આવ્યો અને થપ્પડ મારવી શરૂ કરી દીધી. તેણે કન્હૈયા પર શ્યાહી પણ ફેંકી.  
 
કન્હૈયાના સમર્થકોએ યુવકને તરત પકડી લીધો અને તેની ધુલાઈ શરૂ કરી. આ દરમિયાન હુમલાવરને ઘણી જગ્યાએ વાગ્યુ છે.  જો કે કન્હૈયા કુમાર સુરક્ષિત છે. ઘટના દરમિયાન આમ આદમી પાર્ટીની મહિલા પાર્ષદ છાયા શર્મા સાથે પણ મારામારી કરવામાં આવી.  જેને લઈને છાયાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કન્હૈયા કુમાર શુક્રવારે ન્યૂ ઉસ્માનપુરમાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં પ્રચાર માટે પહોંચ્યો હતો. બેઠક પૂરી થયા બાદ તેઓ AAP કાઉન્સિલર છાયા સાથે નીચે આવ્યા હતા. આ દરમિયાન ઘણા લોકો નારા લગાવતા કન્હૈયા પાસે પહોંચ્યા હતા. આમાંથી એક વ્યક્તિએ જ્યારે કન્હૈયાને હાર પહેરાવવાના બહાને નજીક આવ્યો અને થપ્પડ મારી દીધી હતી. આ પછી લોકોએ કન્હૈયાને કાળા ઝંડા બતાવ્યા અને ગો બેક-ગો બેકના નારા લગાવ્યા હતા.
 
આ ઘટના બાદ કન્હૈયા કુમાર કાર પર ચઢી ગયો અને લોકોને પડકારવા લાગ્યો. કન્હૈયાએ ભાજપના ઉમેદવાર મનોજ તિવારી પર ચૂંટણી હારી જવાના ડરથી તેમના પર હુમલો કરવા માટે ગુંડાઓ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. કન્હૈયાએ કહ્યું, 'ભાજપ 400ને પાર કરવાની તૈયારી નથી કરી રહ્યું, તે લોકતંત્રને ખતમ કરવાની તૈયારી કરી રહ્યું છે. અમને અન્યાય થઈ રહ્યો છે. હું ડરવાનો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર