સૂરત અને ઈન્દોર પછી હવે પુરીમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો, સંબિત પાત્રાના વિરુદ્ધ ચૂંટણી નહી લડે સુચારિતા મોહંતી

શનિવાર, 4 મે 2024 (12:26 IST)
Loksabha Election 2024: પહેલા સુરત અને ઈન્દોર ત્યારબાદ હવે પુરીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે અહીથી કોંગ્રેસના ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે સંબિત પાત્રા આ સીટ પરથી ભાજપા ઉમેદવાર છે. 
 
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા 2 ચરણોમાં મતદાન પુર્ણ થઈ ચુક્યુ છે. ત્રીજા ચરણમાં 12 રાજ્યોની 94 સીટો પર મતદાન કરવામાં આવશે. આ દરમિયાન સૂરત ઈન્દોર પછી હવે કોંગ્રેસને ફરીથી ઝટકો લાગ્યો છે.  ઉલ્લેખનીય છે કે ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી કોંગ્ર્સ ઉમેદવાર સુચારિતા મોહંતીએ ચૂંટણી લડવાનો ઈંકાર કરે દીધો છે.  મોહંતીનો આરોપ છે કે પાર્ટી તેમને આર્થિક રૂપે ચૂંટણી લડવામાં કોઈ મદદ કરી રહી નથી.  તેમણે કહ્યુ કે પાર્ટી દ્વારા ચૂંટણીમાં મળનારા ફંડિગ વગર ચૂંટણી પ્રકાર વો મારે માટે શક્ય નથી.  આ જ કારણ છે કે ચૂંટણી લડવાની ના પાડી રહી છુ. 
 
સુચારિતા મોહંતીએ ચૂટણી લડવાથી કર્યો ઈંકાર 
ઉલ્લેખનીય છે કે સુચારિતા મોહંતી ફંડિંગ ન મળવાથી નારાજગી દર્શાવી. આ બાબત તેમને પોતાના લોકસભાના ટિકિટને પરત કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીએ સંબિત પાત્રાને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલ પત્રમાં સુચારિતા મોહંતીએ કહ્યુ કે પુરી સંસદીય ક્ષેત્રમાં અમારુ ચૂંટણી કેમ્પેઈન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે.  જેની પાછળનુ કારણ મને પાર્ટી તરફથી ચૂંટણી ફ્ંડિગ  આપવાની ના પાડી દીધી છે જેને લઈને જ્યારે ઓડીશા કોંગ્રેસના પ્રભરી ડો. અજોય કુમારને બતાવ્યુ તો તેમણે કહ્યુકે તેની વ્યવસ્થા તમે જાતે કરી લો. 
 
 સૂરતના ઉમેદવારે પરત લીધુ હતુ નામાંકન 
 તમને જણાવી દઈએ કે આ પહેલા સુરત અને ઈન્દોરમાં પણ આવી ઘટનાઓ જોવા મળી છે. આ પહેલા ઈન્દોરમાં કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે અહીંથી લોકસભાના ઉમેદવાર અક્ષય કાંતિ બમ નામાંકન પાછું ખેંચવાના છેલ્લા દિવસે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ તેઓ ભાજપામાં જોડાય ગયા. મઘ્યપ્રદેશ ભાજપાએ સોશિયલ મીડિય વેબસાઈટ પર ટ્વીટ કરીને બતાવ્યુ કે ઈન્દોર લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર  અક્ષય બમે પોતાનુ નામાંકન પરત લઈ લીધુ છે. ત્યારબાદ મઘ્યપ્રદેશના મંત્રી અને ભાજપા નેતા કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને બતાવ્યુ કે અક્ષય કાંતિ બમ ભાજપામાં જોડાય ગયા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર