લોકસભા ચૂંટણી 2019- રાહુલની 72 હજારવાળી યોજના સામે અમારી સરકાર પાંચ લાખ આપે છે: વિજય રૂપાણી

બુધવાર, 27 માર્ચ 2019 (12:35 IST)
ભાજપે પોતાના ચાર દિવસનાં વિજય સંકલ્પ અભિયાનનાં અંતર્ગત 12 લોકસભા સીટ પર વિજય સંકલ્પ સંમેલન શરૂ કર્યું છે જેના ભાગરૂપે સાબરકાંઠામાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિજય સંકલ્પ સંમેલનનું આયોજન થયું હતું. અહીં સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધીને આડે હાથે લીધા હતા. સીએમ રૂપાણીએ કૉંગ્રેસની ગરીબોલક્ષી યોજના પર પ્રહાર કરતા કહ્યું કે, ગરીબોની યોજના અમે લાવ્યા હતા. કૉંગ્રેસ 72 હજાર આપવા નીકળી છે. આ ફક્ત જૂઠા વચનો અને વોટ માટે છે. જવાહરલાલ નહેરુએ ‘આરામ હરામ હૈ’નું સૂત્ર આપ્યું હતું, તો બેરોજગારી વધી. ઈંદિરા ગાંધીએ ‘ગરીબી હટાઓ’નું સૂત્ર આપ્યું હતું, તો ગરીબો વધતા ગયા અને ધનવાનો વધારે ધનવાન બન્યા. રાજીવ ગાંધીએ ભ્રષ્ટાચાર દૂર કરીશ તેવી વાત કરી હતી, તો યુપીએનાં શાસનમાં ઘણાય કૌભાંડો થયા. એટલે કૉંગ્રેસ જૂઠું જ બોલે છે. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગરીબો માટે 72 હજાર રૂપિયાની યોજના વિશે વાત કરે છે, પરંતુ નરેન્દ્ર મોદીએ અનેક યોજનાઓ ગરીબો માટે કરી છે. આયુષ્યમાન ભારત અંતર્ગત લોકોને બીમારીનાં સમયે પાંચ લાખ રૂપિયા આપશે. આવી અનેક યોજનાઓ છે. ખેડૂતોની દેવા માફી વિશે તેમણે કહ્યું કે, અમારી સરકારે 7 હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી કરી. કૉંગ્રેસ ખેડૂતોને મૂર્ખ બનાવે છે. સીએમ રૂપાણીએ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પર પણ આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કૉંગ્રેસ મુફ્તિ મોહમ્મદની દીકરીને છોડાવવા માટે આતંકીઓને છોડી મૂક્યા હતા. સૈફુદ્દીનનાં પરિવારને છોડાવવા માટે આતંકીઓને છોડી મૂક્યા હતા. ગુલામનબી આઝાદ માટે 21 આતંકીઓને છોડી મૂક્યા હતા. કૉંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર