લોકસભા ચૂંટણી 2019 : ગુજરાત કૉંગ્રેસના વધુ બે ઉમેદવાર જાહેર, કચ્છથી નરેશ મહેશ્વરી અને નવસારીથી ધર્મેશ પટેલ

બુધવાર, 27 માર્ચ 2019 (10:40 IST)
કચ્છ અને નવસારી લોકસભા બેઠકોના કૉંગ્રેસના ઉમેદવારો જાહેર કરાયા
કૉંગ્રેસ સમિતિ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતના બે નામો જાહેર કરવામાં આવ્યા છે. કૉંગ્રેસ દ્વારા નવસારીથી ધર્મેશ પટેલ અને કચ્છમાં નરેશ મહેશ્ર્વરની ટિકિટ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ દ્વારા છેલ્લાં ઘણા સમયથી ઉમેદવારનો નામની પેનલ તૈયાર કરવામાં આવી હતી જેના પગલે આજે વધુ બે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ અગાઉ કૉંગ્રેસ દ્વારા આણંદ બેઠક માટે ભરતસિંહ સોલંકી, અમદાવાદ પશ્ર્ચિમ બેઠકના રાજુ પરમાર અને વડોદરા બેઠકમાં પ્રશાંત પટેલ અને છોટઉદેપુર બેઠક માટે રણજીત વસાવાના નામની જાહેરાત કરવામાં આવી હતી આમ કૉંગ્રેસ 26માંથી 6 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. હજુ 20 બેઠકોના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. કૉંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત આવતીકાલ સુધીમાં કરાય તેવી શક્યતા છે. ઉમેદવારોના નામ જાહેર થયા તે પહેલાં કૉંગ્રેસ દ્વારા બે બે ઉમેદવારોના નામની એક અંતિમ યાદી તૈયાર કરાઈ છે. આ ઉમેદવારોમાંથી એક ઉમેદવારને કૉંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. મંગળવારે રાજ્યના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને દિલ્હી તેડું આવ્યું હતું. કચ્છ અને નવસારીની તો આ બેઠકો પરથી ભાજપે અગાઉ ઉમેદવારો જાહેર કરી દીધા છે. નવસારીથી ભાજપે સી. આર. પાટીલ અને કચ્છ બેઠકની વિનોદ ચાવડાને ટિકિટ આપી છે.
 
લોકસભા ચૂંટણી 2019 : મોદી સરકારની પાંચ વર્ષની કામગીરીનાં લેખાંજોખાં
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર