લોકસભા ચૂંટણી 2019- ઠાકોર સેનામાં જ અલ્પેશ સામે રોષ, ભાજપના ઈશારે સમાજનો વિશ્વાસઘાત કર્યાના આક્ષેપ

ગુરુવાર, 11 એપ્રિલ 2019 (15:38 IST)
કોંગ્રેસમાં પક્ષ છોડવા માટે છેલ્લા બે મહિનામાં ભારે ચર્ચાઓ ચાલી છે. ભાજપ પણ કોંગ્રેસના ધારાસભ્યોને આવકારી રહ્યાં છે. એક તરફ અલ્પેશ ઠાકોરની ચર્ચાઓમાં કોંગ્રેસ અવઢવમાં છે તો ભાજપમાં પણ હવે અલ્પેશના નામની વાતો શરુ થઈ રહી છે.રામજી ઠાકોરના જણાવ્યા અનુસાર, અલ્પેશ ભાજપના ઈશારે ચાલી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અને તેમણે કોંગ્રેસ છોડી સમાજ સાથે કરેલા વિશ્વાસઘાત બદલ ઠાકોર સમાજ તેમને ક્યારેય માફ નહીં કરે.તેઓ ભાજપના સીનિયર નેતાઓના સંપર્કમાં પણ છે.અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છોડું-છોડું કરી રહ્યા હતા અલ્પેશે તેમાં જણાવ્યું હતું કે, ઠાકોર સેનાનો આદેશ છે કે જ્યાં અપમાન, અવગણના અને વિશ્વાસઘાત થાય ત્યાં ન રહેવું જોઈએ જેથી પોતે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યા છે.બનાસકાંઠામાં અલ્પેશે શરુઆતથી જ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર નહોતો કર્યો. જોકે, તેમણે હવે એવું જાહેર કર્યું છે કે તેઓ ભાજપ કે કોંગ્રેસને મદદ કરવાને બદલે અપક્ષ ઉમેદવાર સ્વરુપજી ઠાકોર માટે પ્રચાર કરશે, અને ભાજપ તેમજ કોંગ્રેસ બંનેને નડશે. એટલું જ નહીં, પોતે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના કિંગ મેકર બનશે તેવો દાવો પણ અલ્પેશે કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર