લોકસભાની ચૂંટણી 2019- રોડ શો યોજવા અંગે કોંગ્રેસે અમિત શાહ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી

બુધવાર, 3 એપ્રિલ 2019 (11:03 IST)
લોકસભાની ચૂંટણી પહેલા આચાર સંહિતા લાગી હોવાથી તમામ પક્ષોએ આચાર સંહિતા ભંગ ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે અમદાવાદ કોંગ્રેસે આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી છે. કોંગ્રેસ ચૂંટણી પંચને આ ફરિયાદ કરી છે. તો બીજી તરફ અમિત શાહ આવતી કાલે એટલે કે બુધવારે સાંજે અમદાવાદ આવનાર છે. અને ઉમેદવારી પ્રક્રિયા બાદની સ્થિતિની સમીક્ષા કરવાના છે.  તાજેતરમાં અમિત શાહે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. અને તેમણે ગાંધીનગર ખાતે લોકસભાની બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. અમિત શાહનારોડ શો દરમિયાન આચાર સંહિતાનો ભંગ થયો હોવાનો કોંગ્રેસની ફરિયાદ છે. રોડ શો દરમિયાન હોસ્પિટલો પાસે લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે જાહેર માર્ગ ઉપર લોકો માટે બંધ કરાયા હતા. આમ અમિત શાહના રોડ શો દરમિયાન આચાર સંહિતનાો ભંગ થયો હતો. આ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને તાત્કાલીક ધોરણે પગલા લેવા માટે ચૂંટણી પંચ સમક્ષ માગ કરી છે. આ ઉપરાંત અમિત શાહ આવતી કાલે બુધવારે ફરીથી અમદાવાદ આવનારા છે. મળતી માહિતી પ્રમાણે અમિત શાહ ઉમેદવારી પ્રક્રિયા બાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી શકે છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર