લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હારના 5 મોટા કારણ

ગુરુવાર, 23 મે 2019 (14:18 IST)
લોકસભા ચૂંટણીમાં ભાજપા નીત એનડીએ તમામ અટકળોને ખોટી ઠેરવતા બહુમતનો આંકડો મેળવી લીધો છે. કોંગ્રેસના હુકમનો એક્કો પ્રિયંકા ગાંધી વાડ્રા અને ચોકીદાર ચોર હૈ જેવા તીર પણ એકદમ નિષ્ફળ રહ્યા.  21 રાજ્યોમાંતો કોંગ્રેસ ખાતુ પણ ખોલવામાં નિષ્ફળ રહ્યુ. આવો જાણીએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની હારના 5 મોટા કારણ 
 
હુકમનો એક્કો જ નિષ્ફળ - કોંગ્રેસે આ ચૂંટણીના ઠીક પહેલા પ્રિયંકા ગાંધીને મહાસચિવ તરીકે નિમણૂંક કરી પશ્ચિમી ઉત્તરપ્રદેશની કામન સોંપી હતી. તેમને લોકસભા ચૂંટણી માટે હુકનો એક્કો માનવામાં આવી રહી હતી. દેશના અનેક રાજ્યોમાં તેના રોડ શો થયા. તેમની ચૂંટણી રેલીઓમાં ભારે ભીડ પણ જોવા મળી. પણ તે ભીડ વોટમાં બદલાય નથી શકી. આ રીતે કોંગ્રેસનો મોટો દાવ નિષ્ફળ ગયો. 
 
નકારાત્મક પ્રચાર - કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધવામાં કોઈ કસર છોડી નથી. રાહુલે રાફેલ પર તેમને ઘેરવા માટે ચોકીદાર ચોર હૈ નો નારો આપ્યો. લોકોને તેમની આ વાત ગમી નહી અને તેમનો આ દાવ ઉલ્ટો પડી ગયો. જો કોંગ્રેસ અધ્યક્ષ નકારાત્મક પ્રચાર ન કરતા તો બની શકતુ કે કોંગ્રેસને થોડી વધુ સીટોનો ફાયદો થઈ શકતો હતો. 
 
મુદ્દોનો અભાવ - આ ચૂંટણીમાં મોદી સરકાર વિરુદ્ધ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો જ નહોતો.  રાહુલે રાફેલનો મુદ્દો ઉઠાવ્યો પણ બાલાકોટ સર્જિકલ પછી આ મુદ્દો ફેલ થઈ ગયો. મોંઘવારી અને ભ્રષ્ટાચાર ચૂંટણીના મુદ્દા બની જ ન શક્યા. ભાજપાએ પાંચ વર્ષમાં ઘણુ કામ કર્યુ હતુ. લોકો માટે આયુષ્યમાન ભારત યોજના, સ્માર્ટ સિટી સહિત અનેક યોજનાઓ લાવવામાં આવી હતી.  ખેડૂતોના ખાતામાં પણ પૈસા આવ્યા તેથી રાહુલની 'અબ હોગા ન્યાય' પણ લોકોને સમજમાં આવી નહી.  
 
યૂપીમાં જુદી ચૂંટણી લડવી - આ ચૂંટણીમાં સપા અને બસપા તો સાથે મળીને ચૂંટણી લડ્યા પણ કોંગ્રેસે અહી થોડી સીટો છોડીને બધી સીટો પર પોતાના ઉમેદવાર ઉતારી દીધા. તેથી વોટ વહેંચાઈ ગયા અને કોંગ્રેસને તેનુ નુકશાન ઉઠાવવુ પડ્યુ. 
 
મોદી બધા પર ભારે પડ્યા - આ ચૂંટણીમાં પીએમ મોદી જ સૌથી મોટો ચેહરો હતા. તે સૌથી મોટો મુદ્દો પણ હતા અને આ ચૂંટણી તેમના જ નામ પર લડવામાં આવી. મોદી વિપક્ષના બધા નેતાઓ પર ભારે પડ્યા. તેમની સામે કોઈની એક ન ચાલી. જનતા જનાર્દનને તેમના વિરુદ્ધ કહેવાયેલ એક પણ શબ્દ પસંદ ન આવ્યો અને તમામ મોદી વિરોધી હારી ગયા. 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર