બાપુપુરાના બોગસ મતદાનના વાયરલ વીડિયો મુદ્દે પોલીસને તપાસના આદેશ અપાયા

ગુરુવાર, 25 એપ્રિલ 2019 (13:14 IST)
ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં બોગસ મતદાન થયું હોવાની અનેક ફરિયાદો સામે આવી છે ત્યારે કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે બાવળા તાલુકાના બાપુપુરા ગામે ભાજપના સભ્યએ બોગસ મતદાન કરાવ્યું છે. બાવળાના બાપુપુરા ગામે થયેલા બોગસ મતદાન મામલે હવે વહીવટીતંત્ર દોડતું થયું છે અને ગાંધીનગર જિલ્લા કલેકટરે સમગ્ર ઘટના મામલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડાને તપાસના આદેશ આપ્યા છે. ભાજપના નેતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ બોગસ મતદાન કરતા હોવાનો વિડીયો વાઇરલ થતાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં બોગસ મતદાન થતું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે અને ચૂંટણીમાં ફરજ પર હાજર એકપણ અધિકારી તેનો વિરોધ નથી કરી રહ્યાં. ઘટના મામલે હવે સજાગ થયેલા તંત્રએ તપાસ માટે આદેશ આપ્યા છે. ત્યારે ચૂંટણી પંચ હવે શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે અમદાવાદ જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ જિતેન્દ્રસિંહ ચૌહાણે વર્તમાન લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરનાર મતદારોના નામે બાવળા તાલુકાના બાપુપુરા મતદાન મથકમાં બોગસ વોટિંગ કરાવ્યું હોવાનો કથિત વીડિયો ફરતો થયો હતો. આ વીડિયોને આધારે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ગાંધીનગર જિલ્લા કલેક્ટરે છે હતું કે ઉમેદવારે આવી ઘટના ફરી ના થાય તેવી ટકોર કરી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાએ કહ્યું કે રજૂઆત બાદ અધિકારીઓએ વીડિયો જૂનો હોવાનું જણાવતા વિરોધ ટાળ્યો હતો.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર