ફેસબુક યૂઝર્સ Varun Singh અને Akbar Owaisi એ પણ આ વીડિયો શેયર કર્યો છે.
વાયરલ વીડિયોમાં પીએમ પાણીની સમસ્યા વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. પણ વીડિયોના અંતમા મોદીના કેટલાક શબ્દોને વારેઘડીએ દોહરાવીને સંભળાવ્યા છે. જેના કારણે એવુ લાગે છે કે પીએમ ગાળ આપી રહ્ય અછે. મોદીની આ સ્પીચ ગુજરાતીમાં છે અને તેઓ થોડા ઝડપથી બોલી રહા છે. જો કે પીએમ મોદીની ઓરિજનલ સ્પીચને જ્યારે ધ્યાનથી સાંભળવામાં આવી તો અમે જોય્યુ કે પીએમ મોદીએ ગાળ નથી આપી.
મોદીએ સ્પીચમાં ગુજરાતીમાં કહ્યુ, 'લોકો એમ કહે છે કે ભવિષ્યમાં લડાઈ પાણીની થવાની છે. અલ્યા બધા કહો છો પાણીની લડાઈ થવાની છે તો પછી પાણી પહેલા પાળ કેમ ન બાંધીએ.." હકીકતમાં પીએમએ ગુજરાતીની એક કહેવત બોલી હતી. જેને ગુજરાતી લોકોને સમજાવવાની જરૂર નથી.