જાણો એક્ઝિટ પોલ પછી સટ્ટાબજાર કોની સરકાર બનાવી રહ્યુ છે

મંગળવાર, 21 મે 2019 (15:46 IST)
એક્ઝિટ પોલના મોટાભાગના પરિણામોની જેમ સટ્ટા બજારમાં પણ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપા (BJP)ની જીત બતાવાય રહી છે. પણ તે એક્ઝિટ પોલની તુલાનામાં ઓછી સીટો આપી રહ્યા છે. સાત ચરણોમાં સંપન્ન થયેલ લોકસભા ચૂંટણીમાં અનેક શહેરોના સટ્ટા બજાર ભાજપાને 238થી 245 સીટો આપી રહ્યા છે.  રાજસ્થાનમાં સટ્ટેબાજ ભાજપાને 242-245 સીટો આપી રહ્યા છે. જ્યારે કે દિલ્હીના સટ્ટા બજારમાં આ સંખ્યા  238-241 છે. લગભગ આ જ આંકડો મુંબઈનો પણ છે. વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપાએ 282 સીટો જીતી હતી. જ્યારે કે અન્ય સહયોગી દળો સાથે રાજગની કુલ 336 સીટો હતી. 
 
મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપાની એકમાત્ર પાર્ટીને બહુમતના નિકટ બતાવી છે. બીજી બાજુ સટ્ટા બજારમાં આ આંકડો ખૂબ ઓછો છે પણ રાજગ (NDA)ને તે પૂર્ણ બહુમત આપી રહ્યુ છે. આઈએએનએસ-સીવોટરના એક્ઝિટ પોલમાં ભાજપાને 236 સીટો મળવાનુ અનુમાન છે.  અહી સટ્ટા બજાર માપદંડની નિકટ છે. સટ્ટા બજારનુ માનવુ છે કે કોંગ્રેસ (Congress) 75-82 સીટો જીતી શકે છે.  અનેક એક્ઝિટ પોલના પરિણામ બતાવે છે કે રાજગને 312, સંપ્રગને 110 અને અન્યને 98 સીટો મળી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે બધા એક્ઝિટ પોલ્સને મળીને જે પોલ ઓફ પોલ્સ બન્યુ છે તેના મુજબ કેન્દ્રમાં એકવાર ફરી મોદી સરકારનુ કમબેક થઈ રહ્યુ છે.  પોલ ઓફ પોલ્સ મુજબ બીજેપી ગઠબંધનને 300થી વધુ સીટો મળતી દેખાય રહી છે.  બીજી બાજુ યૂપીએ 122 અને અન્યને 118 સીટો મળતી દેખાય રહી છે. 
 
2019 ના લોકસભા ચૂંટણીમાં બીજેપીએ 435 સીટો પર ચૂંટણી લડી છે અને બાકી સીટો પોતાના સહયોગીઓ સાથે વહેંચી છે.  જ્યારે કે કુલ 420 સીટો પર ચૂંટણી લડી છે. બીજેપીની આગેવાનીમાં એનડીએમાં આ વખતે 21 પાર્ટીઓ સામેલ છે. બિહારમાં તેને નીતીશ કુમારની પાર્ટી જેડીયૂના આવવાથી મજબૂતી મળી છે અને વોટ ટકાવારીના હિસાબથી તેનુ પલડુ ભારે છે. બીજી બાજુ યૂપીએમાં આ વખતે કોંગ્રેસની આગેવનીમાં 25 પાર્ટીઓ સામેલ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર