Mahakumbh 2025 Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

સોમવાર, 16 ડિસેમ્બર 2024 (18:49 IST)
Mahakumbh 2025 : મહાકુંભ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ધાર્મિક ઉત્સવ છે. તેને કુંભ મેળો પણ કહેવામાં આવે છે. જેનુ આયોજન  જેનું આયોજન દર 12 વર્ષે થાય છે. આ ઉત્સવ ભારતની ચાર પવિત્ર નદીઓ અને ચાર તીર્થસ્થળો પર જ આયોજીત થાય છે. મહાકુંભનું આયોજન પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં જ થાય છે.
 
કુંભ મેળાનું આયોજન હરિદ્વારમાં ગંગા નદી, ઉજ્જૈનમાં શિપ્રા, નાસિકમાં ગોદાવરી અને પ્રયાગરાજમાં સંગમ (ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીનો સંગમ) પર થાય છે. કુંભ મેળાના ઉત્સવ દરમિયાન કરોડો ભક્તો પવિત્ર નદીમાં શ્રદ્ધાથી ડૂબકી લગાવે છે. એવું માનવામાં આવે છે કે આ પવિત્ર સ્નાન કરવાથી માણસના પાપોનો નાશ થાય છે અને તે મોક્ષ તરફ આગળ વધે છે. 12 વર્ષ બાદ મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. ચાલો જાણીએ કે આ વર્ષે મહાકુંભ ક્યારે શરૂ થઈ રહ્યો છે અને ક્યાં કુંભ મેળાનું આયોજન થવાનું છે.
 
મહાકુંભ 2025 નુ આયોજન ક્યા થવા જઈ રહ્યુ છે ? 
 
ઉત્તર પ્રદેશ મહાકુંભ 2025ની યજમાની માટે તૈયાર છે. સંગમ શહેર પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો કે પ્રયાગરાજમાં દર વર્ષે માઘ મેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ અર્ધ કુંભ અને મહા કુંભ મેળાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
 
આ પહેલા વર્ષ 2013માં પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2019માં પ્રયાગરાજમાં ભવ્ય અર્ધ કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરી એકવાર યોગી સરકાર મહાકુંભનું આયોજન કરવા તૈયાર છે.
 
મહાકુંભ ક્યારે શરૂ થાય છે?
 
હિંદુ કેલેન્ડર મુજબ, મહાકુંભ દર 12 વર્ષે પૌષ પૂર્ણિમાના સ્નાન ઉત્સવ સાથે શરૂ થાય છે અને મહાશિવરાત્રી પર સમાપ્ત થાય છે. કુંભની ભવ્યતા અને માન્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લાખો ભક્તો કુંભમાં સ્નાન કરવા માટે એકઠા થાય છે. આ વર્ષે, મહાકુંભ 13 જાન્યુઆરી 2025 ના રોજ શરૂ થશે, જે 26 ફેબ્રુઆરી 2025, મહાશિવરાત્રીના રોજ સમાપ્ત થશે. મહાકુંભ 45 દિવસ સુધી ચાલે છે.
 
મહાકુંભ 2025 માં શાહી સ્નાનની મહત્વપૂર્ણ તારીખો
 
13 જાન્યુઆરી 2025- પોષ પૂર્ણિમા સ્નાન
 
14 જાન્યુઆરી 2025- મકર સંક્રાંતિ
 
29 જાન્યુઆરી 2025- મૌની અમાવસ્યા
 
3 ફેબ્રુઆરી 2025- વસંત પંચમી
 
12 ફેબ્રુઆરી 2025- માઘી પૂર્ણિમા
 
26 ફેબ્રુઆરી 2025- મહાશિવરાત્રી
 
મહાકુંભમાં ભાગ લેતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
 
મહાકુંભમાં દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ શ્રધ્ધાથી સ્નાન કરવા આવે છે. વિદેશમાં રહેતા હિન્દુ ધર્મના લોકો પણ મહાકુંભમાં ભાગ લેવા ભારત આવે છે. આવી સ્થિતિમાં કુંભ મેળામાં ઘણી ભીડ હોય છે અને હોટલ, ધર્મશાળા અને ટેન્ટની સુવિધાનું બુકિંગ અગાઉથી જ થઈ જાય છે. તેથી, જો તમે મહાકુંભનો ભાગ બનવા માંગતા હો, તો હોટેલ અગાઉથી બુક કરો.
 
અગાઉથી ટ્રેન અથવા ફ્લાઇટ ટિકિટ બુક કરો જેથી રિઝર્વેશન કન્ફર્મ રહે. જો કે, ભારતીય રેલ્વેના નવા નિયમો અનુસાર, હવે તમે 120 દિવસ નહીં પરંતુ 60 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી શકો છો. તેથી તમારી ટિકિટ અગાઉથી બુક કરો.
 
મહા કુંભમાં ભાગ લેતા પહેલા, પ્રયાગરાજ જવાનું અને ત્યાં રોકાવા સહિતની તમામ જરૂરી માહિતી અગાઉથી એકત્રિત કરો જેથી ત્યાં પહોંચ્યા પછી તમને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર