તે લોકોની હંમેશા કદર થાય છે જે અનુશાસિત હોય છે, સમયનું ધ્યાન રાખે છે અને કામને સંપુર્ણ સમર્પણની સાથે કરે છે. બોલીવુડમાં આવા કલાકારો ઘણાં ઓછા છે, એટલા માટે જે કલાકારોની અંદર આ ગુણ મળી આવે છે નિર્માતા-નિર્દેશકની વચ્ચે ઘણાં લોકપ્રિય થઈ જાય છે અને નિર્માતા વારંવાર તેમની સાથે ફિલ્મ કરવા માંગે છે.
કેટરીના કૈફ તે કલાકારોમાંની એક છે, જેમને પ્રોફેશનલ આર્ટિસ્ટ કહી શકાય છે. તેમનું કામ પ્રત્યેનું સમર્પણ, અનુશાસન અને કઠોર મહેનતની પ્રશંસા આખી ઈંડસ્ટ્રીઝ કરે છે, તેથી આ જ તેમની સફળતાનું રહસ્ય છે.
IFM
કેટરીનાની પ્રશંસા કરતાં ટિપ્સ ફિલ્મના રમેશ તૈરાની કહે છે કે, 'કેટરીના જેવી સમર્પિત અભિનેત્રી કદાચ જ અન્ય કોઈ હશે. તેની પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે તેની પર ખરી ઉતરવા માટે તે કઠોર મહેનત કરે છે. તેમણે અમારી સાથે રેસ ફિલ્મ કરી હતી, જે હીટ થઈ હતી. અમે તેમને ફરીથી 'અજબ પ્રેમ કી ગજબ કહાની' માં ફરીથી લીધી છે કેમકે અમને ખબર છે કે તે શ્રેષ્ઠ છે. કેટરીના સાથે કામ કરવું હંમેશા આનંદમયી હોય છે.'
નિર્દેશક રાજકુમાર સંતોષી કહે છે 'અજબ પ્રેમ કી ગજબ કહાની' ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કેટરીના કૈફ. તે નંબર વન સ્ટાર છે છતાં પણ સેટ પર કોઈ પણ પ્રકારના નખરા નથી દેખાડતી. આટલી મોટી સ્ટાર હોવા છતાં પણ સેટ પર બધા તણાવરહિત અનુભવે છે.
પ્રકાશ ઝાની ફિલ્મમાં કૈટરીના મેકઅપ વિના જ અભિનય કરી રહી છે. જ્યાં બીજી અભિનેત્રીઓ આવી ભુમિકામાં પણ થોડો ઘણો મેકઅપ કરી જ લે છે, ત્યાં કેટરીના આ ફિલ્મની શુટિંગ દરમિયાન ક્યારેય પણ મેકઅપ કરવાની જીદ નથી કરી. પ્રકાશ ઝા કેટરીનાથી એટલા બધા પ્રભાવિત છે કે તેઓ આ તેની સુંદરતાના વખાણ કર્યા વિના રહી નથી શકતાં.
IFM
'દે દના દન' ના નિર્માતા રતન જૈન કેટરીનાના વખાણ કરતાં કહે છે કે, 'કેટરીના દરેક શોટ માટે ખુબ જ મહેનત કરે છે. તેમના જેટલા પણ વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. તેની હાજરી જ ફિલ્મોને ખાસ બનાવી દે છે.'
કેટરીનાનો અભિનય પણ દરેક ફિલ્મમાં વધુને વધુ સારો થઈ રહ્યો છે. ફિલ્મોમાં ખાસ કરીને ગ્લેમરસ ભૂમિકા ભજવનારી કેટરીના હવે પોતાના રોલની સાથે થોડાક પ્રયોગ પણ કરવા માંગે છે.