Lunar Eclipse 2025: શુ આ વખતનુ ચંદ્રગ્રહણ પણ લાવશે ભય અને તબાહી ?

શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 (13:25 IST)
Lunar eclipse 2025 India Sutak period: પ્ટેમ્બર 2025 ના રોજ લાગનારુ વર્ષનુ અંતિમ ચંદ્રગ્રહણ અનેક મામલે મહત્વપૂર્ણ છે. આ ચંદ્રગ્રહણ દરમિયાન રાહુ અને ચંદ્રમા એક જ રાશિ કુંભમાં અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં રહેશે. જેનાથી ગ્રહણના યોગનુ નિર્માણ થશે.  આ પહેલા 14 માર્ચ 2025 ના રોજ ચંદ્રગ્રહણ લાગ્યુ હતુ જેના કારણે અનેક ઘટના-દુર્ઘટનાઓની સાથે પ્રાકૃતિક વિપદાઓ આવી હતી. આ વખતે પણ આ આશંકા બતાવાય રહી છે.  
 
ચંદ્ર ગ્રહણનો પ્રભાવ 
 
1. ઘણા જ્યોતિષીઓ માને છે કે આ ચંદ્રગ્રહણ ભારતના રાજકારણ પર પણ ઊંડી અસર કરી શકે છે, ખાસ કરીને આગામી 6 મહિનામાં. કેટલાકના મતે, તે કેન્દ્ર સરકારમાં પરિવર્તન અથવા સ્થિરતાનું સંકટ લાવી શકે છે.
 
2. કેટલાક જ્યોતિષીઓ માને છે કે ચંદ્રગ્રહણ દરમિયાન રાહુ અને કેતુનો પ્રભાવ વધે છે, જેના કારણે નકારાત્મક ઉર્જાનું સંક્રમણ થાય છે. આ કારણે, કેટલાક લોકો તેને ભય અને વિનાશ સાથે જોડે છે.
 
3. ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે, જેને અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, પૂજા, શુભ કાર્ય અને કશુ પણ ખાવુ પ્રતિબંધિત છે.
 
4. ચંદ્રગ્રહણની અસર માનવ મગજ અને સમુદ્ર પર વધુ દેખાય છે. આવા સમયે રાજકીય ઉથલપાથલ વધશે. પ્રશાંત મહાસાગરમાં સમુદ્રની ગતિવિધિ વધશે. ઘણા દેશોમાં ગૃહયુદ્ધની અસર પણ જોવા મળે છે.
 
5. ચંદ્રગ્રહણના કારણે સમુદ્રની અંદર ભૂકંપ આવે છે અને સૂર્યગ્રહણના કારણે પૃથ્વી પર ભૂકંપ આવે છે. ચંદ્રગ્રહણ સમુદ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આફત લાવે છે જ્યારે સૂર્યગ્રહણના કારણે પૃથ્વી પર રાજકીય ઉથલપાથલ અને કુદરતી આફત આવે છે.
 
6. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે ચંદ્ર અને સૂર્યગ્રહણ 14  દિવસના અંતરે થાય છે, ત્યારે પૃથ્વી પર મોટા ભૂકંપ આવે છે. ભૂકંપનો સમયગાળો ગ્રહણના 40 દિવસ પહેલા અને 40  દિવસ પછી સુધી ચાલુ રહે છે. જેમ આપણે હાલમાં જોઈ રહ્યા છીએ, ગ્રહણના કારણે, વિશ્વના ઘણા વિસ્તારોમાં મોટા ભૂકંપ આવ્યા છે જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.
 
ક્યારથી ક્યા સુધી રહેશે ચંદ્ર ગ્રહણનો સમય: વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ 7 સપ્ટેમ્બર 2025 રવિવારે મઘ્યરાત્રિએ 09.57 વાગે શરૂ થઈને 08 સપ્ટેમ્બરની અડધી રાત્રે 1:26 વાગ્યા સુધી રહેશે. ચંદ્ર ગ્રહણનો પૂર્ણ પ્રભાવની શરૂઆત અડધીરાત્રે 12.28 થી વહેલી સવારે 03.56 સુધી પૂર્ણ રૂપથી સમાપ્ત થઈ જશે. તેનો સૂતક કાળ ભારતમાં 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 12.57 વાગ્યાથી શરૂ થશે અને ગ્રહણની સમાપ્તિ સુધી રહેશે. ગ્રહણ દરમિયાન ભાદરવાની શુક્લ પૂર્ણિમા રહેશે જ્યારે કે પિતૃપક્ષ શરૂ થશે. આ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ રહેશે.  
 
ચંદ્ર ગ્રહણ સૂતક કાળનો સમય - જ્યા પણ આ ચંદ્ર ગ્રહણ જોવા મળશે ત્યા સૂતક કાળ ગ્રહણન 9 કલાક પહેલાથી શરૂ થઈ જશે. આ ગ્રહણનો સૂતકકાળ ભારતમાં 7 સપ્ટેમ્બર બપોરે 12.57 વાગ્યાથી શરૂ થશે અને ગ્રહણની સમાપ્તિ સુધી રહેશે.  
 
ક્યા જોવા મળશે ચંદ્ર ગ્રહણ - આ ગ્રહણ ભારતમાં જોવા મળશે તેથી તેનો સૂતક કાળ માન્ય રહેશે. ભારત ઉપરાંત આ સંપૂર્ણ એશિયા, ઓસ્ટ્રેલિયા, યૂરોપ, ન્યુઝીલેંડ, પશ્ચિમી અને ઉત્તરી અમેરિકા, આફ્રિકા, દક્ષિણ અમેરિકાના પૂર્વી ક્ષેત્રોમાં જોવા મળશે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર