Surya Grahan 2024: 54 વર્ષ પછી લાગી રહ્યુ છે પૂર્ણ સૂર્યગ્રહણ, શુ ભારતમા માન્ય રહેશે સૂતકકાળ, જાણો સંપૂર્ણ માહિતી

શુક્રવાર, 29 માર્ચ 2024 (13:11 IST)
8th April Solar Eclipse India:  વર્ષ 2024નુ સૌથી પહેલુ સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યુ છે. ચૈત્ર નવરાત્રિ શરૂ થવાના ઠીક પહેલા જ સૂર્ય ગ્રહણ લાગશે.  જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણનુ વિશેષ મહત્વ છે. વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ 8 એપ્રિલના રોજ લાગવા જઈ રહ્યુ છે. વર્ષનુ આ પહેલુ પૂર્ણ સૂર્યગ્રહણ રહેશે. આજથી ઠીક 54 વર્ષ પહેલા એટલે કે 1970માં આવુ સૂર્યગ્રહણ લાગ્યુ હતુ. આવો જાણીએ વર્ષનુ પહેલુ પૂર્ણ સૂર્ય ગ્રહણ ક્યા ક્યા જોવા મળશે અને તેનુ શુ મહત્વ રહેશે. 
 
સૂર્ય ગ્રહણ અને સૂતક કાળનો સમય 
શાસ્ત્રો મુજબ સૂર્યગ્રહણની અસર દેશ અને દુનિયા પર શુભ અને અશુભ બંને રીતે પ્રભાવ નાખે છે. વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ 8 અને 9 એપ્રિલની મધ્ય રાત્રિથી લાગશે. 8 એપ્રિલની રાત્રે 9 વાગીને 12 મિનિટથી શરૂ થઈને 1 વાગીને 25 મિનિટ સુધી તેની અવધિ રહેવાની છે.  ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણનુ સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા જ લાગી જાય છે. 
 
ક્યા ક્યા જોવા મળશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ 
વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહી મળે તેથી તેનો સૂતક કાળ પણ માન્ય નહી રહે. આ પૂર્ણ સૂર્યગ્રહણ અલાસ્કાને છોડીને સંપૂર્ણ અમેરિકા,  મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા, આયર્લેન્ડ સહિત કેટલાક ઉત્તરીય ભાગો, ઈંગ્લેન્ડ અને કેનેડાના કેટલાક ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં દેખાશે. વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ મેક્સિકોના Mazatian શહેરમાં જોઈ શકાશે. 
 
સૂર્યગ્રહણનો સમય 
 
સૂર્યગ્રહણ રાત્રે 9 વાગીને 12 મિનિટ પર શરૂ થઈ જશે 
સૂર્ય ગ્રહણ નો ખગ્રાસ પ્રારંભ 10 વાગીને 10 મિનિટથી થશે 
સૂર્યગ્રહણનો મધ્ય રાતમાં 11 વાગીને 47 મિનિટ પર રહેશે 
ખગ્રાસ સમાપ્ત મઘ્ય રાત્રિ 1 વાગીને 25 મિનિટ પર રહેશે 
સૂર્ય ગ્રહણ રાત્રે 2 વાગીને 22 મિનિટ પર સમાપ્ત થઈ જશે 
આવામાં વર્ષનુ પહેલુ સૂર્યગ્રહણનો સમય 5 કલાક 10 મિનિટનો રહેશે 
 
8 એપ્રિલના રોજ લાગનરુ આ સૂર્યગ્રહણ દરમિયાન 7 મિનિટ 50 સેકંડ સુધી સૂર્ય સંપૂર્ણ રીતે જોઈ શકાશે નહી. એટલે કે આ અવધિ સુધી સૂર્ય સંપૂર્ણ રીતે ઢંકાય જશે. આવામાં અમેરિકાના અનેક ભાગમાં દિવસે જ અંધારુ છવાય જશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહી મળે તેથી તેનુ સૂતક કાળ પણ અહી માન્ય નહી રહે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર