Vastu Tips For Bedroom - બેડરૂમમાં બેડની દિશા શુ હોવી જોઈએ ? જાણો અને આ ભૂલોથી બચો

ગુરુવાર, 11 મે 2023 (13:08 IST)
Vastu tips for bedroom in Gujarati : વાસ્તુ તમારા ઘર માટે ઉન્નતિની દિશા બની શકે છે.  આ તમાર જીવનને પ્રભાવિત કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારા બેડરૂમમાં પણ સમજી વિચારીને વસ્તુ કરવી જોઈએ. આજે વાસ્તુ શાસ્ત્રમાં અમે તમને બતાવીશુ બેડરૂમમાં સૂવાની યોગ્ય દિશા અને અન્ય વસ્તુઓ મુકવા વિશે. સૌ પહેલા ચર્ચા કરીશુ બેડરૂમમાં બેડ કે પલંગ મુકવાની સાચી દિશા વિશે...   
 
બેડ મુકવા માટે આ દિશા છે પરફેક્ટ 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડ કે પલંગને મુકવા માટે રૂમમાં દક્ષિણ-પશ્ચિમ દિશાની પસંદગી કરવી જોઈએ અને તેમા માથાનો ભાગ દક્ષિણ તરફ મુકવો જોઈએ. બીજી બાજુ રૂમના ઈશાન ખૂણો એટલે ઉત્તર-પૂર્વ દિશાની વાત કરીએ તો આ ભાગને ખાલી જ રાખવો જોઈએ.  
 
બેડરૂમમાં સોફો ક્યા મુકવો જોઈએ 
 
અનેક લોકો બેડરૂમમા સોફા કે ખુરશી પણ મુકે છે. આ માટે તમે રૂમની પશ્ચિમ બાજુની દિવાલને અડીને સોફો કે ખુરશી મુકી શકો છો. જો પશ્ચિમી દિશામાં મુકવી શક્ય નથી તો પૂર્વ દિશાની દિવાલથી ચાર-છ ઈંચ ના અંતર પર મુકવી જોઈએ. 
 
બેડરૂમમાં તિજોરી માટે દક્ષિણ દિશાની પસંદગી કરવી જોઈએ અને તેની પોઝિશન એ રીતે રાખવી જોઈએ કે તેનુ મોઢુ ઉત્તર દિશા તરફ ખુલે.  જો તમે તમારા લગ્ન જીવનમાં ખુશહાલી ઈચ્છો છો તો વાસ્તુની આ ટિપ્સ અપનાવીને જરૂર લાભ ઉઠાવો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર