Chandra Grahan 2023: વર્ષ 2023નું બીજું ચંદ્રગ્રહણ અને વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ પૂર્ણિમાના રોજ થવા જઈ રહ્યું છે. 15 દિવસના અંતરાલમાં આ બીજું ગ્રહણ હશે. તમને જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 20 એપ્રિલના રોજ થયું હતું અને હવે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મેના રોજ થવાનું છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ સૂર્ય કે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેની અસર મનુષ્યો પર અવશ્ય જોવા મળે છે. આ વખતે આ ચંદ્રગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થઈ રહ્યું છે. આ ગ્રહણ તુલા રાશિ અને સ્વાતિ નક્ષત્રમાં થઈ રહ્યું છે. આ ઉપરાંત ચંદ્રગ્રહણના દિવસે ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે. આ પ્રકારનો યોગ 12 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 5 મેના રોજ ચંદ્રગ્રહણ દરમિયાન આ ચાર ગ્રહો સૂર્ય, બુધ, ગુરુ અને રાહુ મેષ રાશિમાં હાજર રહેશે. આ ચતુર્ગ્રહી યોગના પ્રભાવથી ત્રણેય રાશિના લોકોને સારો લાભ મળવાની સંભાવના છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે.
મેષ - મેષ રાશિમાં ચાર ગ્રહોના સંયોગ દરમિયાન થનારું ચંદ્રગ્રહણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને સારી નોકરીની ઓફર મળી શકે છે. નોકરી કરતા લોકોને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થવાની સંભાવના છે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને સારો નફો મળી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. કાર્યોમાં સફળતા મળી શકે છે.