જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ગ્રહના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર પડે છે. કેટલાક લોકો માટે ગ્રહનું પરિવર્તન શુભ સાબિત થાય છે, તો કેટલાક લોકોને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષ 2022માં, સોમવાર, 23 મેના રોજ, શુક્ર ગ્રહ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લાલ કિતાબના આ ઉપાયો અજમાવવાથી જીવનમાં શુક્ર ગ્રહ સાથે જોડાયેલ શુભ પરિણમ પ્રાપ્ત થવાની માન્યતા છે.
2. જાતકની કુંડળીમાં શુક્ર ગ્રહને પણ સ્વચ્છતાનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શુક્ર સંબંધિત સાનુકૂળ પરિણામ મેળવવા માટે તમારી સ્વચ્છતાનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આ માટે દરરોજ સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો, નખ સાફ રાખો. તેમજ ઘર કે આસપાસની સ્વચ્છતાનું ધ્યાન રાખો.
3. સફેદ વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, દહીં કે સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરવાથી પણ શુક્ર ગ્રહ બળવાન બને છે.