જીવનમાં ચાખવો છે સફળતાનો સ્વાદ, તો તમારી રાશિ પ્રમાણે આ વસ્તુઓને રાખો તમારી પાસે, થશે ચમત્કાર

શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (01:07 IST)
Money Tips In Gujarati: સનાતન ધર્મમાં રાશિઓ (zodiac signs)નુ પોતાનુ મહત્વ બતાવવામાં આવ્યુ છે. દરેક ગ્રહ અને રાશિનો એકબીજા સાથે સંબંઘ હોય છે. ગ્રહોની રાશિ પર ખરાબ નજરને કારણે જીવનમાં પરેશાનીઓ આવે છે. બીજી બાજુ દરેક ગ્રહ(grah) અને દરેક રાશિ માટે એક વિશેષ બિંદુ હોય છે. ઘણી વખત આપણી રાશિની ખરાબ સ્થિતિને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ (zodiac tips)સાથે આપણો સામનો થવા માંડે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છે જેને જો તમે તમારી રાશિ પ્રમાણે તમારી સાથે રાખશો તો જ પ્રગતિ અને સફળતા જ મળશે.
 
જાણો રાશિ મુજબ તમારી પાસે શુ રાખશો 
 
1- મેષઃ આ રાશિના લોકોએ હંમેશા તાંબાના બનેલા સૂર્યને પોતાની સાથે રાખવો જોઈએ. 
2- વૃષભઃ જો તમારી રાશિ વૃષભ છે તો તમારે તમારી સાથે સફેદ રંગનો શંખ રાખવો જોઈએ. 
3- મિથુનઃ આ રાશિના લોકોએ શક્ય હોય ત્યાં સુધી પોતાની પાસે લીલા રંગની ગણેશની મૂર્તિ રાખવી જોઈએ. 
4- કર્કઃ- કર્ક રાશિના લોકો સફેદ રંગનો ક્રિસ્ટલ બોલ રાખશે તો તે શુભ છે. 
5- સિંહ : સિંહ રાશિના લોકો તાંબાનો સિક્કો લાલ કપડામાં બાંધીને રાખે તો ધનલાભ થાય છે.
6- કન્યાઃ- કન્યા રાશિના લોકો જો કાંસાની મૂર્તિ સાતમાં રાખે તો તે ફળદાયી હોય છે.
7- તુલા: આ રાશિના લોકો માટે શ્રીયંત્રને નજીક રાખવું શુભ છે.
8- વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના લોકોએ પોતાની સાથે તાંબાનું કમળ અથવા કલશ રાખવો જોઈએ.
9- ધનુ : ધનુ રાશિના લોકો જો પિત્તળનો સિક્કો પોતાની પાસે રાખે તો તેમને સફળતા મળે છે. 
10-મકરઃ- મકર રાશિવાળા લોકોને ઘોડાની નાળ સાથે રાખવાથી ફળ મળે છે.
11- કુંભ: કુંભ રાશિના લોકોએ કોઈપણ સુગંધિત અગરબત્તી અથવા લાકડું પોતાની સાથે રાખવું જોઈએ. તેનાથી બનેલી અગરબત્તી તમારી સાથે રાખો.
12- મીન રાશિઃ જીવનમાં સફળતા મેળવવા માટે મીન રાશિના લોકો કાચના વાસણમાં ગંગાનું થોડું પાણી પોતાની સાથે રાખી શકે છે.
 
આ સાવધાનીઓનુ જરૂર કરો પાલન 
 
1- આ વસ્તુઓ તમારા કાર્યસ્થળ અથવા પૂજા સ્થાન પર રાખવી જોઈએ. 
2- આ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરી લો. 
3- તેમની સાફ સફાઈનુ વિશેષ ધ્યાન રાખો, તેમના પર ધૂળ કે ગંદકી જમા ન થવી જોઈએ.
4- આ વસ્તુઓનું સ્થાન વારંવાર બદલવું ન જોઈએ. 
5- એકથી બે વર્ષ સુધી તમારી સાથે ભાગ્ય વધારનારી આ વસ્તુઓ રાખો, ત્યાર બાદ તેને બદલો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર