ઘણા લોકો જીવનમાં પ્રગતિ (Success) મેળવવા માટે સખત મહેનત કરે છે, પરંતુ છતા પણ તેમનો સંઘર્ષ (Struggle) ચાલતો જ રહે છે. આટલી મહેનત કરવા છતાં તેમને પદ કે સફળતા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને તેમાંથી એક છે જ્યોતિષ(Jyotish Shastra) સંબંધિત નિયમો. આ નિયમોની અવગણના શુભ માનવામાં આવતા નથી. કહેવાય છે કે તેના કારણે કરિયર પર પણ ખરાબ અસર પડે છે. એવું માનવામાં આવે છે કે જ્યોતિષ સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
કુંડળીમાં સૂર્યને કરે મજબૂત
એવું કહેવાય છે કે ખાંડનો સંબંધ ગ્રહો સાથે હોય છે અને તેથી ખાસ પ્રસંગોએ તેની મીઠાશનો સમાવેશ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો કોઈની કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તે તેના સંબંધિત ઉપાય પણ કરી શકે છે. તાંબાના વાસણમાં ખાંડ ભેળવીને પાણી પીવાથી સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે.