Astro Tips For Tuesday: મંગળવારના દિવસે ભૂલથી પણ ન કરશો આ 6 કામ, તમારા જીવનમાં થઈ શકે છે અમંગળ
મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (00:16 IST)
Mangalware na karsho aa kaam: મંગળવારનો દિવસ મંગળ ગ્રહનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. જાણતા-અજાણતા આપણે કેટલાક એવા કામ કરી દઈએ છીએ, જેની અશુભ અસર સીધી આપણા જીવન પર પડે છે. જ્યોતિષનું માનવું છે કે કેટલાક એવા કામ છે જે મંગળવારે બિલકુલ ન કરવા જોઈએ. આવુ કરવાથી આપણા જીવન પર તેની સીધી અસર પડે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છે એવા 6 કામ જે મંગળવારે બિલકુલ ન કરવા જોઈએ.
ભૂલથી પણ નોનવેજ કે દારૂનુ સેવન કરશો નહી - હનુમાનજી માટે મંગળવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ દારૂ કે ચિકનનું સેવન બિલકુલ ન કરવુ જોઈએ. આવુ કરવાથી તમારા પારિવારિક અને સામાજિક જીવન પર નકારાત્મક અસર થવા લાગે છે. તેથી આ વાતનું ધ્યાન રાખો અને મંગળવારે દારૂનું સેવન ન કરો.
મંગળવારે વાળ અને નખ કાપવા છે અશુભ
મંગળવારે વાળ કાપવા, મુંડન કરાવવુ અને નખ કાપવા ખૂબ જ અશુભ છે. આમ કરવાથી તમારામાં પૈસા અને બુદ્ધિ બંનેની કમી થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર મંગળવારે વાળ કાપવાથી વય 8 મહિના ઘટી જાય છે.
અણીદાર કે ધારદાર વસ્તુઓ બિલકુલ ખરીદશો નહીં
મંગળવારે ધારદાર વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં તણાવ વધે છે. તેથી આ દિવસે છરી, કાતર, કાંટો વગેરે બિલકુલ ન ખરીદો.
કાળા કપડાં ન પહેરો
મંગળવારે કાળા કપડા પહેરવાથી શનિની અસર જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે શનિ અને મંગળનો સંયોગ ખૂબ જ કષ્ટદાયક અને અશુભ હોય છે. એટલા માટે મંગળવારે લાલ કપડાં પહેરવા જોઈએ અને જો તમે દાન કરો છો તો તે પણ લાલ જ હોવું જોઈએ.
મંગળવારે રોકાણ શરૂ ન કરો
જો તમે કોઈ નવું કામ શરૂ કર્યું છે, તો તમારે મંગળવારે તેમાં બિલકુલ રોકાણ ન કરવું જોઈએ. જો તમે આ કરો છો તો તમારું કામ નિષ્ફળ થઈ શકે છે અને તમને પૈસાની પણ ખોટ થઈ શકે છે.
પૈસાની લેવડ-દેવડ ન કરો
મંગળવારે તમારે ન તો કોઈને ઉધાર આપવું જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ. આ દિવસે પૈસાની લેવડ-દેવડ અશુભ માનવામાં આવે છે.