Chanakya Niti : મા લક્ષ્મીને નારાજ કરે છે માણસની આ 5 આદતો

શનિવાર, 29 જાન્યુઆરી 2022 (08:47 IST)
cha
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં લગભગ દરેક વિષય વિશે વાત કરી છે. અહીં જાણો તે 5 આદતો વિશે જે વ્યક્તિને બરબાદ કરી નાખે છે.  આવી આદતોને છોડી દેવામાં જ માણસની ભલાઈ છે. 
 
ક્રોધિત વ્યક્તિ ક્યારેય યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. ગુસ્સામાં તે ખોટા નિર્ણયો લે છે અને તેની જીદને વળગી રહે છે. આવી વ્યક્તિ બધું હોવા છતાં હારી જાય છે. આવા લોકો પર માતા લક્ષ્મી ક્યારેય પ્રસન્ન થતી નથી. આવા લોકોના ઘરમાં હંમેશા પૈસાનું સંકટ રહે છે.
 
જો તમને માતા લક્ષ્મીની કૃપાથી પૈસા મળ્યા છે તો તમારે તેનો સદુપયોગ કરવો જોઈએ. પરંતુ જે લોકો તેને દેખાડો કરે છે, અભિમાનમાં બીજાને અપમાનિત કરે છે, માતા લક્ષ્મી હંમેશા તેમનાથી નારાજ રહે છે. આવા લોકોના પૈસાનો નાશ થતાં વાર નથી લાગતી.
 
લોભી વ્યક્તિને પણ મા લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે. સાચા માર્ગ પર ચાલીને અને મહેનતથી ધન કમાવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. પરંતુ જે લોકો લોભથી ખોટો રસ્તો પસંદ કરે છે, બીજાના ધન પર નજર રાખે છે, ધીમે ધીમે તેમનું સર્વસ્વ નાશ પામે છે.
 
જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો તમારે આળસનો ત્યાગ કરીને સખત મહેનત કરવી પડશે. આળસુ વ્યક્તિ પોતાનો સમય બગાડે છે અને પોતાની મૂડી પણ જાતે જ બગાડે છે.
 
જો તમારી પાસે પૈસા છે, તો તેનો દુરુપયોગ કરશો નહીં. દાન અને અન્યને મદદ કરવા જેવા સારા કાર્યોમાં તેનો ઉપયોગ કરો. જે લોકો ફાલતૂ  પૈસા ખર્ચ કરે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર