શુક્રએ 6 સપ્ટેમ્બર સોમવારે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ભૌતિક સુખ, વૈવાહિક સુખ, ભોગ વિલાસ, ખ્યાતિ, કલા, પ્રતિભા, સુંદરતા, રોમાંસ, કામ-વાસના અને ફેશન-ડિઝાઇનિંગ વગેરેનો કારક ગ્રહ કહેવાય છે. શુક્ર શુભ હોય તો વ્યક્તિ તમામ પ્રકારના સુખનો અનુભવ કરે છે, જ્યારે શુક્ર અશુભ હોય ત્યારે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવો જાણીએ શુક્રના રાશિ પરિવર્તનને કારણે તમામ રાશિઓની કેવા રહેશે હાલ.
મેષ રાશિ - મેષ રાશિના જાતકોને મિશ્ર પરિણામ મળશે.
તમને કાર્યમાં સફળતા મળશે.
ધન લાભ થશે પરંતુ સમજદારીપૂર્વક પૈસા ખર્ચ કરો.
તમારા જીવનસાથી સાથે સમય પસાર કરો, નહીં તો મતભેદ થઈ શકે છે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
વાદ વિવાદથી દૂર રહો.
વૃષભ - વૃષભ રાશિના લોકો માટે શુક્રનુ રાશિ પરિવર્તન સામાન્ય રહેશે.
સખત મહેનત કરવાથી, તમને કાર્યમાં સફળતા મળશે.
સમજદારીથી પૈસા ખર્ચ કરો.
નાણાકીય બાજુ સામાન્ય રહેશે.
જીવનસાથીનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો
મિથુન રાશિ - મિથુન રાશિના લોકો માટે આ સમય મિશ્રિત રહેશે.
પરિવાર સાથે સમય વિતાવશો.
વિવાહિત જીવન સુખી રહેશે.
નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે, પરંતુ વધુ પૈસા ખર્ચ કરશો નહીં.
કામમાં સફળતા મેળવવા માટે, તમારે વધુ મહેનત કરવી પડશે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે