વાસ્તુ : તિજોરી આ રીતે રાખવી, સુખ સમૃદ્ધિ લાવવા માટે વાસ્તુ ટિપ્સ

ગુરુવાર, 21 જાન્યુઆરી 2021 (21:25 IST)
જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં આવતા નાણાંમાં અડચણો ઊભી કરે છે અને આવેલ નાણાં આકસ્મિક રીતે વેડફાય છે. બચત થતી નથી. આમ તો કિસ્મતમાં હોય તેનાથી 
 
વધારે ક્યારેય નથી મળતું, પરંતુ કિસ્મતમાં હોય તેમ છતાં જો તમને ધનસંપદા મેળવવામાં તકલીફ પડી રહી હોય તો તમે વાસ્તુટિપ્સ દ્વારા વિવિધ દિશાઓની મદદ લઈને 
 
આર્થિક સુખાકારીમાં વધારો કરી શકો છો.ખૂબ મહેનત કરવા છતાય બચત ન થાય ત્યારે ખૂબ તકલીફ થાય છે. આ માટે વાસ્તુનો સહારો લેવો જોઈએ. વાસ્તુ મુજબ તમારા 
 
ઘરમાં શુ કમી છે તેના પર ધ્યાન આપશો તો ચોક્કસ ફાયદો થશે.
 
અહી અમે કેટલીક ટિપ્સ આપી રહ્યા છે જેના પર ધ્યાન આપો.
 
- તમે તમારી સંપત્તિ તથા નાણાં જેમાં રાખતાં હોવ તે તિજોરીને પૂર્વ દિશામાં રાખવી. આવુ કરવાથી તમારી ધનસંપત્તિમાં વધારો થતો રહેશે.
 
- જો ઘરની મુખ્ય વ્યક્તિ ખૂબ કઠણાઈઓ સાથે આગળ વધતી હોય તો પશ્ચિમ દિશામાં સંપત્તિ ઉપરાંત આભૂષણો રાખશો તો તમને સાધારણ લાભ તો થશે જ.
 
- જો તમે ઘરમાં તિજોરી કે કબાટમાં રોકડ નાણાં અને ઘરેણાં રાખતાં હોવ તે તિજોરી ઘરના ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણ દિશાની દીવાલે અડાડીને મૂકવી. આ રીતે તિજોરી 
 
રાખવાથી તે ઉત્તર દિશામાં ખૂલશે. આમ કરવાથી ઘરમાં સોના અને નાણાંમાં વધારો થતો રહેશે.
 
- એક વાત હંમેશા યાદ રાખો કે વાયવ્ય ખૂણામાં તમારી ધનસંપત્તિ ન રાખવી જોઈએ. વાયવ્ય ખૂણામાં ધન રાખવાથી બજેટ હંમેશાં ખોરવાઈ જાય છે. લેણદારો વધતા જાય 
 
છે.
 
- ક્યારેય ઘરની સીડી નીચે તિજોરી ન રાખવી. એ ઉપરાંત ટોઇલેટનો દરવાજો સામો આવતો હોય તેવી જગ્યાએ પણ તિજોરી ન રાખવી. કારણ કે ત્યાંથી નકારાત્મક ઉર્જાનો 
 
પ્રવેશ થાય છે.
 
- ધન મુકવા માટે અગ્નિ ખૂણાનો ક્યારેય ઉપયોગ ન કરવો અગ્નિ ખૂણામાં ધન રાખવાથી નાણાં ઘટે છે
 
- ઘરની કે ઓફિસની તિજોરી ઉપર સૂઢ ઉઠાવીને ઉભેલા બે હાથીઓ વચ્ચે બિરાજમાન લક્ષ્મીને જોતા હોય તેવો ફોટો કે મૂર્તિ મુકવી. જે રૂમમાં તિજોરી મુકો તે રૂમનો રંગ ક્રીમ 
 
અથવા સફેદ રાખો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર