Vastu Tips for new year - આખુ વર્ષ ખુશીઓ મેળવવા નવ વર્ષના પહેલા દિવસે કરો આ કામ

ગુરુવાર, 31 ડિસેમ્બર 2020 (08:32 IST)
નવા વર્ષનુ આગમન થઈ રહ્યુ છે. નવા વર્ષની શરૂઆત નવા ઉત્સાહ અને નવી ઉમંગ સાથે કરો. વાસ્તુમાં કેટલાક ઉપાય બતાવ્યા છે, જેની મદદથી આપણે આપણું જીવન વધુ સારુ બનાવી શકીએ છીએ, આ ઉપાય અપનાવીને આપણે નવુ વર્ષ સકારાત્મક ઉર્જા અને નવા ઉત્સાહથી જીવી શકીએ છીએ. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.
 
- નવા વર્ષમાં તમારા ઘર કે ઓફિસમાં ઉર્જાનુ સંતુલન સ્થાપિત કરવાનો પ્રયાસ કરો. સકારાત્મક અને નકારાત્મક ઉર્જા બંને ઘરના મુખ્ય પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે. નવા વર્ષના પહેલા દિવસે ઘરના પ્રવેશદ્વાર પર ચાંદીના સ્વસ્તિક લગાવો. 
 
- આ વર્ષે તમારા ઘરની ઉત્તર દિશાને મજબૂત બનાવો. ઉત્તરમાં, કુબેર દેવતાને સ્થાન આપો. આનાથી પરિવારના સભ્યોમાં બુદ્ધિ અને જ્ઞાનનો વિકાસ થાય છે.
 
- નવા વર્ષના પહેલા દિવસે ભગવાન શ્રીકૃષ્ણની વાંસળી વગાડીને મૂર્તિને ઘરે લાવો
 
- નવા વર્ષના પહેલા દિવસે ઘરના દક્ષિણપૂર્વ કોણમાં ક્રિસ્ટલ બોલ મૂકો. 
 
- વાસ્તુ મુજબ દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં સિક્કાઓનું પિરામિડ રાખવાથી માન-સન્માન વધે છે.
 
- જો નવા વર્ષના આગમન પર જૂનું  કેલેન્ડર ઘરમાં હોય, તો તેને હટાવી લો. આ પ્રગતિના માર્ગમાં અવરોધો ઉભો કરે છે. નવું વર્ષ કેલેન્ડર ઉત્તર, પશ્ચિમ અથવા પૂર્વ દિવાલ પર મૂકવું શુભ માનવામાં આવે છે.
 
- ઘરના દરવાજા પર વિન્ડ ચાઇમ મૂકો. લાફિંગ બુદ્ધાને શુભ માનવામાં આવે છે. ઘરમાં ધાતુનો કાચબા મુકો. 
 
- તમારા પર્સમાં માતા લક્ષ્મીની બેસેલી મુદ્રાવાળી ફોટો મુકો. 
 
- જો તમને તમારા માતા અથવા પિતા અથવા કોઈ વડીલ વ્યક્તિ પાસેથી આશીર્વાદના રૂપમાં નોટ મળે તો તેના પર કેસર અને હળદર તિલક લગાવીને તમારા પર્સમાં મુકો 
 
- નવા વર્ષના પહેલા દિવસે કોઈની પાસેથી લોન લેવી નહીં. તમારા પર્સમાં પૈસા જરૂર મુકો. 
 
- જો તમને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ જોઈએ છે, તો નવા વર્ષના પહેલા દિવસે કોઈ ગરીબને ઘઉંનું દાન કરો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર