વર્ષ 2021 મુજબ મેષ રાશિના જાતકોનુ કેરિયર, આર્થિક સ્થિતિ અને ઉપાય

શુક્રવાર, 11 ડિસેમ્બર 2020 (18:44 IST)
પારિવારિક જીવન - વર્ષ 2021 તમારે માટે મળતાવડો રહેવાનો છે. મેષ રાશિફળ 2021 મુજબ આ વર્ષે શનિદેવ તમારી રાશિના દશમ ભાવમાં વિરાજમાન રહેવાના છે.  વર્ષના મધ્યથી અંત સુધી ગુરૂ બૃહસ્પતિનુ ગોચર પણ તમારી રાશિના એકાદશ ભાવમાં રહેશે. આ વર્ષે પારિવારિક જીવનમાં કોઈને  કોઈ પ્રકારની સમસ્યા અને પરેશાની આવતી જતી રહેશે. પરિવારમાં નવા સભ્યનુ આગમન થવાની શક્યતા છે. નવા વર્ષે શરૂઆતમાં જ કેટલાક સારા સમાચાર મળવાની શક્યતા છે, પરંતુ તેના માટે તમારે સંઘર્ષ કરવો પડી શકે છે. તમારી વાણીમાં કઠોરતા કાયમ રહેશે અને આ વર્ષના મધ્યમાં પરિવારમાં લડાઈ-ઝગડો થવાની શક્યતા રહેશે. પારિવારિક યાત્રા કરવાનું ટાળો કારણ કે આ તમારા માટે વધુ ફળદાયી નથી. 
 
વૈવાહિક જીવન -  વર્ષે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે તમારી વૈવાહિક સુખમાં થોડી મુશ્કેલીઓ થવાની શરૂઆત થશે, જેના કારણે તમે પરેશાન થશો. સંતાન પક્ષ માટે સમય સારો રહેશે અને તેમને એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન  ભાગ્યનો આશીર્વાદ મળશે. જીવનસાથી સાથે મતભેદ અને ઝગડા થશે. જો તમે કુંવારા છો, તો લગ્નના પ્રસ્તાવ આવતા રહેશે, પરંતુ કોઈ કારણોસર તે વાત  બનતા પહેલા તૂટી જશે, પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ. વિવાહિત જીવનમાં મીઠાશ લાવવા માટે તમારા સ્વભાવ અને વર્તનમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે.
 
લવ રિલેશનશિપ- લવ લાઇફ 2021 જણાવે છે કે આ વર્ષ ખૂબ સારુ રહેવાનુ છે. તમે તમારા જીવનસાથી સાથે આનંદ માણવા અને તેની સાથે સમય પસાર કરવામાં સક્ષમ રહેશો.  તમે એક સારી લવ લાઈફ જીવવામાં સફળ રહેશો. તમે તમારી આસપાસ પ્રેમની આટલી તીવ્ર લાગણી અનુભવી શકશો નહીં, કોઈને કોઈ પ્રકારની સમસ્યા આવશે.
 
સ્વાસ્થ્ય- આ વર્ષે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળશે, પરંતુ તમને ચિંતા કરવા લાયક કશુ રહેશે નહી. તમે પહેલા કરતાં ઠીક જ રહેશો. વધારે ચિંતા કરવાની જરૂર નથી. પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
 
આર્થિક સ્થિતિ - આ વર્ષે તમે ચોક્કસપણે તમારા પૈસા બચાવવા માટે સક્ષમ રહેશો અને તમારું બેંક બેલેન્સ વધશે. તમે તમારા તરફથી પ્રયાસ કરો અને ફાલતુ ખર્ચ કરવાનુ ટાળો. કારણ કે આ જરૂરિયાતના સમયે તમને ઉપયોગી થશે. આ વર્ષે કામ કરવામાં અચાનક મુશ્કેલીઓ આવવાની શક્યતા છે, તમારી બેંક બેલેન્સને કોઈની સાથે શેયર કરવાનુ ટાળો, નહીં તો કોઈ તમારી સાથે દગો કરી શકે છે. આ વર્ષના અંત સુધીમાં આર્થિક સ્થિતિ સારી રહે તેવી સંભાવના છે
 
મેષ રાશિફળ 2021 મુજબ ઉપાય 
 
-  સોનાની અંગૂઠી સાથે તમારા જમણા હાથની અનામિકા આંગળીમા મૂંગા રત્ન ધારણ કરો, તેનાથી રક્ત સંબંધી વિકારોથી મુક્તિ મળશે 
- દરેક મંગળવાર અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો 
- તમારે માટે વર્ષમાં એકવાર રૂદ્રાભિષેક કરાવવો પણ શુભ રહેશે. 
- રોજ સૂર્યદેવને અર્ધ્ય આપીને તેમને નમસ્કાર કરો 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર