25 મે થી નૌતપા - શુ હોય છે રોહિણી નક્ષત્ર, જ્યોતિષ મુજબ જાણો ગ્રહોની શુ થશે અસર ?

સોમવાર, 24 મે 2021 (13:59 IST)
પ્રતિવર્ષ ગ્રીષ્મ ઋતુમાં નૌતપા શરૂ થાય છે. આ વખતે નૌતપા વૈશાખ શુક્લની ચતુર્દશી 25 મે ના રોજ શરૂ થઈને આઠ જૂન સુધી રહેશે. જ્યોતિષ મુજબ શરૂઆતના પાંચ દિવસ વધુ પરેશાની ભર્યા રહેશે. એવુ બતાવાય રહ્યુ છે એ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરતા જ ધરતીનુ તાપમાન ઝડપથી વધવા લાગશે.
 
 જ્યોતિષ મુજબ આ વર્ષ રોહિણીનો નિવાસ દરિયાકિનારે રહેશે. સારો વરસાદ પડશે, જેનાથી પાકનુ ઉપ્તાદન પણ સારુ થશે. નોતપા વિશે એવુ કહેવાય છે કે સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં 15 દિવસ માટે આવે છે તઓ એ પંદર દિવસના પહેલા નવ દિવસ સૌથી વધુ ગરમીના હોય છે.  આ શરૂઆતના નવ દિવસને નૌતપાના નામથી ઓળખાય છે.  જો આ નવ દિવસમાં વરસાદ ન પડે અને ઠંડી હવા ન ચાલે તો એવુ માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં સારો વરસાદ પડશે.   આ દરમિયાન સૂર્યની ગરમી અને રોહિણીના જળ તત્વ ના કારણે ચોમાસુ ગર્ભમાં જાય છે અને નૌતપા જ ચોમાસાનો ગર્ભકાળ માનવામાં આવે છે.  સૂર્ય 12 રાશિઓ 27 નક્ષત્રોમાં ભ્રમણ કરે છે.  જ્યોતિષ મુજબ સૂર્ય કુંડળીમાં જે પણ ગ્રહ સાથે બેસે છે તેનો પ્રભાવ અસ્ત કરી નાખે છે. 
 
નૌતપા દરમિયાન, સૂર્યની કિરણો સીધી પૃથ્વી પર આવે છે, જેના કારણે તાપમાનમાં વધારો થાય છે. આ ઉચ્ચ તાપમાનને કારણે મેદાનોમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થાય છે. સૂર્ય 12 રાશિ અને 27 નક્ષત્રમાં ભ્રમણ કરે છે. જ્યોતિષીઓના કહેવા મુજબ, સૂય્ર કુંદળીમાં જે પણ ગ્રહ સાથે બેસે છે તેના પ્રભાવને જો કુંડળીમાં સૂર્ય કોઈ ગ્રહ સાથે બેસે તો તે તેની અસરને નષ્ટ કરે છે.  રોહિણી નક્ષત્રનો અધિપતિ ગ્રહ ચંદ્રમા હોય છે. આવામાં જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો તે ચંદ્રની શીતળતાના પ્રભાવને સંપૂર્ણપણે નષ્ટ કરીને તાપ વધારે છે. એટલે કે પૃથ્વીને શીતળતા પ્રાપ્ત નથી થતી. આ કારણે તાપ વધી જાય છે. 
 
બદલાશે ગ્રહોની ચાલ, બનશે વરસાદના યોગ 
 
નૌતપા દરમિયાન જ ગ્રહોની ચાલ બદલાય છે. 30 મે ના રોજ બુધ ગ્રહ વક્રી થશે. તેના બે દિવસ પછી શુક્ર પણ બુધનો સાથ છોડશે. તેનાથી પર્વતીય વિસ્તારમાં વર્ષાના યોગ બની શકે છે. હિમાચલ ઉપરાંત રાજસ્થાન, ગુજરાત, યૂપી, પંજાબ અને ઓડિશામાં પણ તેજ હવાઓ સાથે વરસાદના યોગ બનશે.  જ્યોતિષ મુજબ આ ઉપરાંત આ વર્ષનો રાજા મંગળ છે અને મંગળ પાસે જ વરસાદનો વિભાગ પણ છે, જે જળનો ક્ષયનો પ્રતિક છે. જેનાથી ભારતમાં વરસાદ સારો પડશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર