દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે આ ઉપાય

મંગળવાર, 16 ફેબ્રુઆરી 2021 (20:43 IST)
મોટાભાગે એવુ થાય છે કે ધનની પરેશાનીથી મુક્તિ મેળવવા તમે કંઈક ને કંઈક ટોટકા અજમાવતા રહો છો. પણ લાખ કોશિશ કર્યા પછી પણ તમારા હાથમાં નિરાશા જ આવે છે.  
 
જો સતત તમે આવી જ નિષ્ફળતાઓના શિકાર થઈ રહ્યા છો તો એક એવો ઉપાય છે જેની મદદથી પૈસાની પરેશાનીને દૂર કરી શકાય છે.  આ ઉપાયને કર્યા પછી તમારુ દુર્ભાગ્ય ભાગ્યમાં બદલી શકાય છે. 
 
રાતના સમયે થોડો જૂનો ગોળ ઘઉં લોટમાં મિક્સ કરીને સરસવના તેલમાં 7 માલપુઆ બનાવો. ત્યારબાદ એરંડીના પાન પુઆ પર મુકીને સાત મદારના ફુલ મુકીને એક દીવો પ્રગટાવી લો. 
 
ત્યારબાદ કોઈપણ શનિવારની રાત્રે ચાર રસ્તા પર જઈને તેને મુકી આવો.  તેને મુકતા એવુ કહો - હે મારા દુર્ભાગ્ય તને અહી જ છોડીને જઉ છુ. કૃપા કરીને મારો પીછો ન કરવો. 
 
આ સાથે જ તેને મુકીને પરત આવી જાવ અને ધ્યાન રાખો કે પાછળની બાજુ વળીને ન જુઓ. આવુ કરવાથી તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસ નિષ્ફળ થઈ શકે છે. 
 
જો આ પ્રયાસ સફળ થયો તો કોઈપણ અવરોધ હોય દૂર થઈ જાય છે અને આ દરેક મનોકામના પૂર્ણ કરનારો ઉપાય માનવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર