-વસંત પંચમીની દિવસે શબ્દોની શક્તિ માણસના જીવનમાં આવી હતી.
-મા સરસ્વતીને સાહિત્ય, કલાકારો માટે આ ખાસ મહત્વનો દિવસ છે.
એવું માનવું છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો અવતાર થયો હતો. સરસ્વતી માતાને સાહિત્ય, સંગીત, કલાની દેવી માનવામાં આવે છે. એમનાં હાથમાંનાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તક વિચારોનું અને મયૂર વાહન કલાની અભિવ્યક્તિ કરે છે. લોક ચર્ચામાં સરસ્વતી દેવી શિક્ષાની દેવી માનવામાં આવે છે.કહેવાય છે કે મા સરસ્વતીના આગમનથી પ્રકૃતિનો શ્રૃંગાર થયો ત્યારથી વસંત પંચમી પર મા સરસ્વતીની પૂજા અર્ચના કરવાની પરંપરા શરૂ થઈ.