આજનું રાશિફળ (31/08/2020) - મહિનાનો આ અંતિમ દિવસ આ 6 લોકો માટે શુભ રહેશે
સોમવાર, 31 ઑગસ્ટ 2020 (00:05 IST)
મેષ : આજનો દિવસ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પસાર થશે. તમે સંબંધોને મજબૂત બનાવવામાં અને તેમને વિશેષ મહત્વ આપવામાં મહત્વનો ફાળો આપશો. યુવાનો તેમના લક્ષ્યો તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે. અટકેલા પૈસા મળવાની સંભાવના છે.
વૃષભ : ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે. રોજગારીની ઉત્તમ તકો મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.
મિથુન : સ્થાન પરિવર્તનના યોગો જણાય છે. લેવડ દેવડમાં અનુકૂળતા જણાશે. રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.
કર્ક : વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના. શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃતિઓમા સાચવવુ. ખાનપાનમાં કાળજી રાખવી. પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે.
સિંહ : મહત્વના નિર્ણયો લેવામા કાળજી રાખવી. પગ અને કમરના દર્દમાં સંભાળવુ. વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે. પ્રેમસબંધોમાં તકલીફ જણાશે.
કન્યા :માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે. દાંપત્યસુખમા સહયોગ મળશે. તણાવયુક્ત જીવનશૈલીથી દુર રહેવુ. કામકાજમાં વિરોધીઓથી સાચવવુ.
તુલા : કામકાજમાં સાધારણ થાક અનુભવશો. ભૂમિ, વાહન - મકાન સબંધી લે-વેચમાં સાચવવુ. ધંધામાં સારી અનુકૂળતા જણાશે. ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે.
વૃશ્ચિક : ધંધાકીય લાભ મળે. લગ્ન અંગે ચિંતા રહે.બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.
ધન : આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે. માનસિક તણાવથી પરેશાની વધશે. સહકર્મચારીનો સારો સહયોગ મળશે. લોભ લાલચમાં આવી કોઇ કામ કરવુ નહિ.
મકર : જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે. આવકમાં વધારો થશે. સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો. નાની નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.
કુંભ : વ્યાવસાયિક ગૂંચવણનો ઉકેલ મેળવી શકશો. આર્થિક બાબતે ચઢાવ ઉતાર જોવા મળશે. પ્રેમસબંધોમાં મન પ્રસન્ન રહેશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. લેવડ દેવડમાં સાવધાની રાખવી.
મીન : નાણાકીય પરેશાનીનો ઉકેલ મળે. લાભની તક સર્જાશે. મહત્વની મુલાકાત થાય. ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે. ધંધાને અને પરિવારને સાથે ના રાખો. યાત્રા પ્રવાસના યોગ બનશે. પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.
એપમાં જુઓ x